સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી થયા ભાવુક,જાણો કારણ

Published on: 11:05 am, Mon, 25 October 21

સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા હતા, સુરતમાં જૈન સમાજ દ્વારા હર્ષ ભાઈનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં હર્ષ સંઘવીના પરિવાર નું પણ સન્માન કરવામાં આવ્યું. આ દરમિયાન હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા

અને સાથે મંચ પર ઉપસ્થિત તેમના માતા અને પત્ની પણ ભાવુક થયા હતા તેના દૃશ્યો સામે આવ્યા હતા.ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ગઇકાલે સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેને સુરતના જુદા જુદા પાંચ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

જેમાં એક કાર્યક્રમ ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ દ્વારા ગૃહ મંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં હર્ષ સંઘવીની સાથે તેમના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સમાજના કાર્યક્રમ દરમિયાન સ્પીચ આપતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા.

હર્ષ સંઘવી ભાવુક થતા તેમની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા હતા જે બાદ તેની માતા અને પત્ની પણ સ્ટેજ પર ભાવુક થયા હતા.સમાજમાં પોતાના સન્માન સાથે પરિવારનું સ્ટેજ પર સન્માન કરાતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. પોતાની સાથે સમગ્ર સમાજના આગેવાનો વચ્ચે પોતાના પરિવારનું સન્માન થતા તેઓ ભાવુક થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!