ખેડૂતો માટે માઠા સમાચાર,સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી,આગામી ત્રણેક દિવસમાં…

Published on: 10:50 am, Mon, 25 October 21

રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની સંભાવનાઓ છે તેની સાથે આગામી ત્રણેક દિવસમાં લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. મોરબી અને ચોટીલામાં આવો વરસાદ થતાં ખેડૂતોના મોંમા આવલો કોળીયો ઝૂંટવાઈ તેવી સ્થિતિ સર્જાય છે.ઉત્તર પાકિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન ખાતે આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર,કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી છે.

રાજ્યના બાકીના ભાગો માં વાતાવરણ સૂકું રહેશે અને બીજી તરફ સવારે અને રાતે ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 21 અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે.મેદાની વિસ્તારોમાં ફૂંકાયેલા પવનની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે.

ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને સંઘપ્રદેશ દીવ અને દમણ માં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમી પવનો ફુંકાવા ને લીધે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વાતાવરણ સૂકું જોવા મળશે.

Be the first to comment on "ખેડૂતો માટે માઠા સમાચાર,સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી,આગામી ત્રણેક દિવસમાં…"

Leave a comment

Your email address will not be published.


*