રાજ્યમાં ધોધમાર વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે…

Published on: 12:24 pm, Tue, 28 June 22

ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. વરસાદનું આગમન થતા રાજ્યની જનતાને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. રવિવારના રોજ સાંજના સમયે અમદાવાદ શહીદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

ત્યારે તેવામાં અંબાલાલ પટેલ વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી થોડાક દિવસોમાં જ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. આ સાથે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ભુક્કા કાઢી નાખશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાતમાં આજરોજ ઉત્તર ગુજરાતના ભાગમાં સારો એવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું હતું કે, જુલાઈ મહિનાની શરૂઆતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે તે ખેડૂત ભાઈઓને વરસાદ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 3 જુલાઈ સુધીમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે તેવી શક્યતાઓ છે. ઉપરાંત જુલાઈ સુધીમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ વિસનગર, સિધ્ધપુર, પાટણ, કડીમાં પણ સારો વરસાદ થઇ શકે તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વર્ષે ગુજરાત રાજ્યમાં ચોમાસું એકદમ સારું રહેશે. આ વર્ષે વરસાદ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક રહે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી બે દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી લેશે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજ્યમાં ધોધમાર વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે…"

Leave a comment

Your email address will not be published.


*