હોટલમાં જમ્યા બાદ કારમાં પરત ફરી રહેલા 5 યુવકોને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, પાંચેય યુવકોના કરુણ મૃત્યુ…

Published on: 12:51 pm, Tue, 28 June 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં અકસ્માતના કારણે હસ્તો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ કાર બેકાબૂ થતાં ટ્રેલર સાથે અથડાઈ હતી આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટના જાલોર માં બની હતી. મળતી માહિતી અનુસાર હોટલમાંથી જમ્યા બાદ 5 યુવકો કારમાં સવાર થઈને ઘરે પરત ફરી રહયા હતા. આ દરમિયાન રસ્તામાં કાર બેકાબુ થઇને ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માતના પગલે પાંચ યુવકોના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના સોમવારના રોજ મોડી રાત્રે નેશનલ હાઈવે 325 પર બની હતી. મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે પર તખાતગઢથી ચારલી તરફ એક કાર આવી રહી હતી. આ દરમિયાન કાર કાબુ થઈ ગઈ હતી અને ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં 24 વર્ષીય રામલાલ, 25 વર્ષે કમલેશ, 25 વર્ષીય છગનલાલ, 24 વર્ષીય દિનેશકુમાર અને 25 વર્ષીય મહિલાનું કરૂણ મૃત્યુ નિપજયુ છે.

મળતી માહિતી અનુસાર આ પાંચેય યુવકો એક હોટલ પર જમવા માટે ગયા હતા. મોડી રાત્રે ભોજન કર્યા બાદ તેઓ કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે પર કાર બેકાબુ થઇ ને એક ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને અમુક લોકોએ જણાવ્યું કે, ટેલરનું પાછળનું ટાયર ફાટી ગયું ત્યાર બાદ ટ્રેલર ચાલકે રોડની સાઈડમાં ટ્રેલર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન એક કારની પાછળ ઘૂસી ગઈ હતી. જેથી આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હોટલમાં જમ્યા બાદ કારમાં પરત ફરી રહેલા 5 યુવકોને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, પાંચેય યુવકોના કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*