હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એક વખત મોટી આગાહી : રાજ્યમાં આ તારીખે વરસાદ ગાભા કાઢી નાખશે…

Published on: 12:33 pm, Thu, 5 August 21

ગુજરાત રાજ્યમાં સારો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઓગસ્ટના બીજા સાહિત્યમાં રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જામશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 14 ઓગસ્ટ બાદ ધમાકેદાર વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં સારો એવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદના એંધાણ છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે ખેડૂતોને ઓગસ્ટમાં વરસાદથી લાભ થઈ શકે છે. તેમજ હવામાન વિભાગે પણ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના અંતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને ખાબકશે. ગુજરાત રાજ્યમાં ગત વર્ષ કરતા 7 ટકા વરસાદ નો ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 22.55 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં વાત કરીએ તો 12 ઇંચ વરસાદ સાથે મોસમનો 36% વરસાદ નોંધાયો છે. આ વર્ષની સરખામણીમાં ગયા વર્ષે 5 ઓગસ્ટ સુધીમાં 14 સાથે મોસમનો 41 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો હતો.

પરંતુ આ વર્ષે વરસાદ નું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં હજુ પણ 7 ટકા વરસાદ ઓછો નોંધાયો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કચ્છમાં 5.51 ઈચ્છા સાથે મોસમનો 31.61 ટકા વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં 8.70 એ જ સાથે મોસમનો 30.78 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં 22.55 એ જ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!