હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉનાળામાં તડકા ને લઈને કરી મોટી આગાહી, જો તેમની આગાહી નું માનવામાં આવે તો…

Published on: 12:14 pm, Tue, 22 March 22

સામાન્ય રીતે માર્ચ મહિના બાદ ઉનાળાની ગરમી નો એહસાસ થવા લાગે છે. એમાં પણ હોળી-ધૂળેટીના પર્વ બાદ ગરમીમાં ઘણો વધારો જોવા મળતો હોય છે. હાલ આ સમયમાં પણ ગરમી ખૂબ જ વધી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ૪૮ કલાકમાં ગરમીમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.આ ખબર સાંભળીને લોકોમાં હાશકારો જોવા મળ્યો છે.

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસમાં ગરમીમાં ઘટાડો જોવા મળશે. ગુજરાતના અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીમાં ફેરફાર થશે. તેમની આગાહી મુજબ બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, અમરેલી તથા સુરેન્દ્રનગર અને કચ્છમાં સાવધાની રાખવાનું કહેવાયું છે.

હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી થતા લોકોને લાઇટ કલરના અને કોટનના સાદા કપડાં પહેરવા માટે સૂચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે બપોરના સમયે બહાર નીકળતી વખતે માથાનો ભાગ કવર કરવો. લોકોએ તડકાને ધ્યાનમાં રાખીને બને ત્યાં સુધી પોતાના ફેસ અને શરીરના ભાગોને કરવા જોઈએ.

હાલમાં, ગરમીના તાપમાનની વાત કરીએ તો સામાન્ય રીતે રોજીંદુ તાપમાન ૪૧ ડિગ્રી હોય છે. પરંતુ પવન ફૂંકાતા તાપમાનમાં અનિયમિતતા જોવા મળી છે અને તેને કારણે આ પ્રકારની આગાહી થઈ હોવાનું અનુમાન સામે આવ્યું છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 39 ને પાર થયો છે અને અમદાવાદમાં તાપમાન ૨૯.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ત્યારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. વાતાવરણમાં અનિયમિતતા થતા આગામી 2 દિવસ માટે ગરમીમાં ઘટાડો થશે. આ સમાચાર સાંભળતા લોકોએ પણ રાહતનો શ્વાશ લીધો છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં હીટવેવ ને લઈને આ આગાહી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉનાળામાં તડકા ને લઈને કરી મોટી આગાહી, જો તેમની આગાહી નું માનવામાં આવે તો…"

Leave a comment

Your email address will not be published.


*