હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી,આ ચાર રાજ્યો માટે આગામી ત્રણ દિવસ ભારે!

Published on: 11:02 am, Mon, 10 January 22

IMD ના વૈજ્ઞાનિક ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે પશ્ચિમી વિક્ષેપ ની વધતી જતી અસરના કારણે મધ્ય ભારત અને પૂર્વીય ભાગોમાં ખાસ કરીને ઓડિશા, ઝારખંડ, બંગાળ અને બિહારમાં ભારે વરસાદ પડશે.

આગામી 11 થી 13 જાન્યુઆરી વચ્ચે આ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના પૂર્વ ભાગોમાં 11 જાન્યુઆરી થી પ્રભાવિત થવાની પૂરી સંભાવના છે.

તેમને જણાવ્યું કે ઓરિસ્સા માટે 11 અને 12 જાન્યુઆરી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.11 જાન્યુઆરી છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં કરા પડવાની સંભાવના છે.

તેમને કહ્યું કે તેલંગાણા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાવાઝોડું જોવા મળશે. આ સિવાય ઉત્તર ભારતમાં કોલ્ડવેવ ની ચેતવણી આપવામાં આવી છે જ્યારે રાજસ્થાન અને હરિયાણામાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.

દેશના ઉત્તરીય ક્ષેત્રમાં સતત વરસાદને લઈને હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને તેની આસપાસના મેદાનો, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં સતત વરસાદ આજથી ઘટશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી,આ ચાર રાજ્યો માટે આગામી ત્રણ દિવસ ભારે!"

Leave a comment

Your email address will not be published.


*