શું ભારત માં ફરી નાખવામાં આવશે લોકડાઉન? કોરોના ખતરા વચ્ચે પ્રધાનમંત્રી મોદી કરી મહત્વની બેઠક

Published on: 11:31 am, Mon, 10 January 22

દુનિયામાં કોરોના વાયરસ ના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.આ કોરોના વાયરસને લીધે લોકોની જિંદગીમાં ઘણાં બધા પરિવર્તન આવ્યા છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જેવી બાબતો વ્યક્તિની જીવનશૈલીમાં વણાઈ ગઈ છે.

કોરોના સહેજ હળવો બન્યો તો લોકોમાં સહેજ બેફિકરાઈ જોવા મળી, પણ ત્યાં કોરોના વાયરસ ના નવા સ્વરૂપે પગપેસારો કરીને ભય પેદા કર્યો છે એટલે નિયમો ફરી એકવાર વધુ કડક બન્યા છે.

દેશમાં કોરોનાવાયરસ નો પ્રકોપ વધી રહ્યો છે ને ગઈકાલે કોરોના ના 1 લાખ 59 હજાર થી વધુ નવા કેસો નોંધાયા છે. તે સમયે છેલ્લા 24 કલાક માં 327 લોકોના મોત થયા છે.

દેશભર કોરો નાના છોકરા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે 4:30 કલાકે સમીક્ષા બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા હાજરી આપી હતી. જોકે સરકાર દ્વારા લોકડાઉન ને લઈને કોઈ પ્રકારના સંકેત આપવામાં આવ્યા નથી.

આપણે જણાવી દઈએ કે ગુજરાત માં કોરોના વાયરસ ના નવા કેસો 6275 નોંધાયા છે.રાજ્યમાં 1263 દર્દી ઓ સાજા થઇ ગયા હતા.અમદાવાદ શહેર ની વાત કરવામાં આવે તો 2519 કેસ નોંધાયા હતા અને સુરત શહેરમાં 1879 નવા કેસો નોંધાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું ભારત માં ફરી નાખવામાં આવશે લોકડાઉન? કોરોના ખતરા વચ્ચે પ્રધાનમંત્રી મોદી કરી મહત્વની બેઠક"

Leave a comment

Your email address will not be published.


*