ગુજરાતમાં વરસાદના લઈને હવામાન વિભાગની આગાહી, આગામી બે દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદ…

Published on: 10:27 am, Fri, 16 July 21

ગુજરાતમાં વરસાદ ને લઈને ફરી એક વખત આગાહી રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ને લીધે રાજયમાં ચોમાસુ સક્રિય થાય તેવી સંભાવનાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને બે દિવસ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ ભારે ભારે વરસાદ ખાબકી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત તાપી, ડાંગ અને સુરતમાં પણ ભારે વરસાદની સંભાવના ઓછી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

વરસાદની ફરી એક વખત એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 જુલાઈ પછી ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડી શકે છે. આજ સવારે ગિરનારમાં વેરાવળમાં 2 મીમી વરસાદ ખાબકી ચૂક્યો છે. સાબરકાંઠાના વિજયનગરમાં 2 મિમી વરસાદ ખાબક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ગુજરાતમાં વરસાદના લઈને હવામાન વિભાગની આગાહી, આગામી બે દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*