કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર કર્યા આક્ષેપ, કહ્યું કે…

Published on: 10:10 am, Fri, 16 July 21

કોરોનાની મહામારી માં કોંગ્રેસ દ્વારા સતત સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવે છે જેમ કે મોંઘવારી ને લઈને, વેક્સિનેશન ને લઈને અલગ અલગ રીતે પ્રહાર કરવામાં આવે છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ અમદાવાદ સાયન્સ સીટી ના ચાર્જીસ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે સાયન્સ સિટી ખાતે ગુજરાતના સૌથી મોટા ગણાતા પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે લોક પણ કરવામાં આવવાનું છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાયન્સ સિટી ખાતે એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી તેમજ નેચરલ પાર્ક નું વર્ચ્યુઅલ રીતે લોક પણ કરશે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી પણ હાજરી આપશે.

તેઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા એ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે વિવિધ ગેલેરીઓ માટે ફ્રી ના ભાવ ખૂબ જ ઊંચા રાખવામાં આવ્યા છે.

અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે સરકાર સાયન્સ સીટી ને બિઝનેસ હબ બનાવી દીધો છે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા થાય તે માટે સાયન્સ સિટી બનાવવામાં આવી છે પરંતુ સાયન્સ સીટી ની મુલાકાત લેવા માટે વધુ ખર્ચા કરવા પડશે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સાયન્સ સીટી ની વિવિધ ફી જોઈએ તો એન્ટ્રી ફી 50 રૂપિયા, કાર પાર્કિંગ ફી 50 રૂપિયા, રોબોટિક ગેલેરી ફી 250 રૂપિયા, 3D સ્કેનર 500 રૂપિયા, રોબો પેન્ટર 200 રૂપિયા, VR 200 રૂપિયા, એકવાટીક ગેલેરી 250 રૂપિયા

અન્ય રાઈડસ 200 રૂપિયા, 5D થિયેટર 150 રૂપિયા સાયન્સ સિટીમાં મુલાકાતમાં કુલ 1850 રૂપિયા કરતાં પણ વધારે ખર્ચો થાય છે. સાયન્સ સીટી જનતા માટે નહીં પરંતુ બિઝનેસ હબ બનાવી દીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.