વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગ નુ નવુ બુલેટિન જાહેર, વાવાઝોડાની વધી ઝડપ, જાણો

Published on: 12:07 pm, Mon, 17 May 21

નવા બુલેટિન મુજબ રાજ્ય તરફ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આપને જણાવી દઇએ કે આ વાવાઝોડું વેરાવળ થી 350 મીટર દૂર છે જ્યારે દીવથી 310 કિલોમીટર દૂર છે. ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું કે.

આજે સાંજ સુધીમાં તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે અને આ દરમિયાન ભારે વરસાદ અને ભારે પવન ની સંભાવના છે. આજે ગુજરાતના પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ટકરાશે.

આવતીકાલે મંગળવારે 150-175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેને લઇને ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની વકી છે. વાવાઝોડાના કારણે રવિવારના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડયો હતો.

જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં બપોર બાદ વરસાદ આવશે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વાવાઝોડાના કારણે ભારે થી અતિભારે વરસાદની વકી છે.

કેબિનેટ સચિવ રાજીવ ગૌબા એ રવિવારે અરબી સમુદ્રમાં આવેલા વાવાઝોડા તોફાન થી પ્રભાવિત વિસ્તારો માંથી લોકો ને બહાર કાઢવા તમામ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

જેથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને રાષ્ટ્રીય સંકટ વ્યવસ્થાપન સમિતિ દરમિયાન ચક્રવાતથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરતી વખતે તેઓએ વીજળી ટેલિકોમ અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓ રિકવર કરવા માટેની તમામ સજ્જતા ગોઠવણ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગ નુ નવુ બુલેટિન જાહેર, વાવાઝોડાની વધી ઝડપ, જાણો"

Leave a comment

Your email address will not be published.


*