સુરત હાઇ એલર્ટ મોડ પર, વાવાઝોડાની ગંભીર સુરતમાં થવાની શક્યતા છે. વાવાઝોડાની ગંભીર અસર રૂપે 80 થી 90 કિમી ની ઝડપે પવન ફૂંકાય શકે છે. રાજ્યમાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડું મુંબઈની નજીક પહોંચી ચૂક્યું છે તો રાજ્યનું વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે.
રાજ્યમાં સંભવિત અસર થનાર જિલ્લાઓ હાઇ એલર્ટ મોડ પર છે. જિલ્લા વહીવટી તંત્રે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે તો મુખ્યમંત્રી આવાસ યોજના પણ બેઠકો ચાલુ રહી છે.
વાવાઝોડા સંભવિત આગાહીને લઈ સુરત મહાનગરપાલિકાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં શહેરમાં જાહેરાત ના મોટા હેડીગસ ઉતારવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
મહાનગરપાલિકાએ 400થી વધુ હેડીગ્સ ઉતારી લીધા છે. શહેરમાં આવતા 200થી વધુ મોટા અને જોખમી વૃક્ષો નું ટ્રીમિંગ શરૂ કર્યું છે. મહાનગરપાલિકાએ ફાયર બ્રિગેડના તમામ સ્ટાફને સ્ટાન્ડર્ડ ટુ રહેવાનો વિદેશ કરી દીધો છે.
વાવાઝોડું ગુજરાતમાં આવી શકે છે તેને લઈને તંત્ર સજ્જ બન્યું છે. સુરત મહાનગરપાલિકાએ તમામ અધિકારીઓની રજા રદ કરી દીધી છે.
પાવર ઘટના સંજોગોમાં પીવાના પાણીનો સંગ્રહ રાખવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે સુરતમાં વાવાઝોડા ને ગંભીર અસર થવાની શક્યતા જોવાઇ રહી છે જેને લઇને 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જોવાઇ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment