ડોક્ટર પાસે જતા પતિ-પત્નીને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… પતિની નજર સામે પત્નીનું દર્દનાક મોત…

Published on: 2:28 pm, Sun, 29 October 23

શનિવારના રોજ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના નેશનલ હાઈવે 27 પરબની હતી. અહીં બ્રેકર પર બાઈક પર બેઠેલી મહિલા બાઇક પરથી નીચે પડી ગઈ હતી. જેના કારણે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

આ કારણોસર મહિલાનું મોત થયું છે. મહિલા તેના પતિ સાથે ડોક્ટરને મળવા જતી હતી. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી સામે આવી રહી છે.  મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ અરુણાદેવી હતું અને તેની ઉંમર 42 વર્ષની હતી.

ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના દીકરાએ જણાવ્યું કે, તેની માતા શ્વાસની બીમારીથી પીડિત હતી. ત્યારે ગઈકાલે શરદ પૂનમના દિવસે એક જગ્યાએ શ્વાસની દવા આપવામાં આવતી હતી. જેનાથી શ્વાસનો રોગ દૂર થઈ જતો હતો. જેથી માતા પિતા સાથે બાઈક પર સવાલ થઈને તે દવા લેવા માટે ગઈ હતી.

જ્યારે રસ્તામાં ઓવરબ્રિજ પાસે બ્રેકરમાં બાઇક ફસાઈ ગઈ હતી. જેના કારણે બાઇકની પાછળ બેઠેલી માતા અરુણાદેવી બાઈક પરથી નીચે પડ્યા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવી હતી.

અહીં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાના પતિને સામાન્ય ઇજા પહોંચી છે. આ ઘટના બનતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મહિલાનું મોત થતા બાળકોએ માતાની છત્ર થયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ડોક્ટર પાસે જતા પતિ-પત્નીને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… પતિની નજર સામે પત્નીનું દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*