BSFના જવાને પોતાની સર્વિસ રાયફલ વડે ગોળી ચલાવીને સુસાઈડ કરી લીધું… જાણો જવાન પર એવું તો શું દુઃખ આવી પડ્યું હશે…

શનિવારના રોજ બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં BSFના એક જવાને પોતાની સર્વિસ રાયફલથી પોતાના ઉપર ગોળી ચલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ છે.

ઉપરાંત મૃત્યુ પામેલા જવાના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. આ સુસાઇડની ઘટના છત્તીસગઢ માંથી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, BSF 162મી કોર્પ્સમાં કોન્સ્ટેબલ વાલ્મિકી સિન્હા ફરજ દરમિયાન કેમ્પમાં તૈનાત હતા.

આ દરમિયાન બપોરના સમયે અન્ય સૈનિકોને ગોળીનો અવાજ સંભળાયો હતો. એટલે તેઓ તરત જ અવાજ આવ્યો તે તરફ દોડી ગયા હતા. ત્યારે ત્યાં જવાન વાલ્મિકી ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો.

પછી તો ત્યાં હાજર અન્ય સૈનિકો કાંઈ સમજે તે પહેલા તો વાલ્મિકીનું કરુણ મોત થઈ ગયું હતું. આ વાતના સમાચાર મળતા જ બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, સૈનિકે કૌટુંબિક કારણોસર સુસાઇડ કર્યું છે. હાલમાં તો આ કેસને લઈને વધુમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સૈનિકે સુસાઇડ કયા કારણસર કર્યું તેની કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને તપાસ ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*