ગીર સોમનાથમાં મેઘરાજાના મેઘમહેર…! ગીરના જંગલમાં ત્રણ બાળસિંહ સાથે સિંહણે વરસાદનો આનંદ ઉઠાવ્યો – જુઓ અનોખો વીડિયો…

Published on: 6:43 pm, Wed, 15 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. ત્યારે આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થયો છે.

ગીરના જંગલમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે. ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે એક સિંહ પરિવારે વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ અનોખો વિડીયો જોઈને તમારા ચહેરા પણ ખુશી આવી જશે.

ગીર વિસ્તારોમાં છેલ્લા એક વર્ષ દરમિયાન જન્મેલા બાળસિંહ માટે આ પ્રથમ ચોમાસું છે. આજરોજ ગીરના જંગલમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે એક સિંહણે પોતાના ત્રણ બાળસિંહ સાથે વરસાદનો આનંદ ઉઠાવતી નજરે પડી હતી.

આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં ઘણા દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી હતી.

પરંતુ આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મનમુકીને વસ્યા છે. તેથી ત્યાંના લોકોને ગરમીથી રાહત મળી છે. ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે રાત્રે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદી ઝાપટું આવ્યું હતું.

આ ઉપરાંત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસે તેવી આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગીર સોમનાથમાં મેઘરાજાના મેઘમહેર…! ગીરના જંગલમાં ત્રણ બાળસિંહ સાથે સિંહણે વરસાદનો આનંદ ઉઠાવ્યો – જુઓ અનોખો વીડિયો…"

Leave a comment

Your email address will not be published.


*