માયાભાઈ આહીરએ સ્ટેજ પર કમાના લગ્નની વાત કરી નાખી, પછી તો કમાએ કંઈક એવો જવાબ આપ્યો કે… સાંભળીને માયાભાઈ પણ ખડખડાટ હસી પડ્યા…જુઓ વાયરલ વિડીયો…

Published on: 11:51 am, Fri, 10 March 23

મિત્રો તમે બધા કિર્તીદાન ગઢવીના ડાયરામાં રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાભાઈને તો જરૂર આપતા હશો. હાલમાં કમાનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ જાણીતું થઈ ગયું છે. ગુજરાતમાં ગમે ત્યાં ડાયરો હોય ત્યાં હવે કમાભાઈની હાજરી ફરજિયાત બની ગઈ છે. મોટા મોટા સાહિત્ય કલાકારો સાથે કમાભાઈ સ્ટેજ પર જોવા મળતા હોય છે.

મિત્રો આજે નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ કમાને ઓળખે છે. કમાના ઘણા અવારનવાર વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે હાલમાં કમાનો એક નવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ડાયરા કિંગ એવા માયાભાઈ આહીર ને તો તમે બધા જરૂર ઓળખતા હશો.

માયાભાઈ આહીરનો ડાયરો સાંભળવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં માયાભાઈ આહીર અને કમો સ્ટેજ પર બેસેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન માયાભાઈ આહીર વાત કરતા કરતા કહે છે કે, આપણે ટાઈમ ટુ ટાઈમ પરણી લેવું જોઈએ બહુ પસંદગીમાં ન જવું જોઈએ.

માયાભાઈ આહીરની આ વાત સાંભળીને કમાભાઈ હરખાઈ જાય છે. ત્યારે માયાભાઈ આહીર કમાને કહે છે કે કમાભાઈ આપણે હવે તમારું ગોઠવીએ. ત્યારે કમો બોલવા લાગે છે કે ન કરાય…ન કરાય કામે જવું પડે. કમા ની વાત સાંભળીને સ્ટેજ પર હાજર તમામ લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા.

માયાભાઈ આહીર પણ અસવા લાગે છે અને તેઓ હસતા હસતા કહે છે કે ખરેખર કમાભાઈ અમે આમાં હલવાઈ ગયા છીએ. જે સાંભળીને કમો પણ ખડખડાટ હસવા લાગે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Chirag Jogi Ravaldev (@chiragjogi_gj)

વાયરલ થઈ રહેલો વિડિયો અત્યાર સુધીમાં 12 લાખથી પણ વધારે લોકો એ જોયો છે. ઉપરાંત 96 હજારથી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થયેલો આ રમુજી વિડિયો ઈન્સ્ટાગ્રામ પર chiragjogi_gj નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માયાભાઈ આહીરએ સ્ટેજ પર કમાના લગ્નની વાત કરી નાખી, પછી તો કમાએ કંઈક એવો જવાબ આપ્યો કે… સાંભળીને માયાભાઈ પણ ખડખડાટ હસી પડ્યા…જુઓ વાયરલ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*