જો જામનગરના આ ભાઈની વાત સાંભળી લીધી હોત તો અનેક લોકોનો જીવ બચી ગયો હોત..! ઘટનાના બે કલાક પહેલા તેમને કહ્યું હતું કે… જાણો સમગ્ર ઘટના…

Published on: 3:22 pm, Tue, 1 November 22

મોરબીમાં બનેલી ઝુલતા પૂલની દુર્ઘટના કોઈપણ કાળે નહીં ભૂલી શકાય. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં માસુમ બાળકો સહિત 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં સૌથી વધુ મહિલાઓ અને માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને એક ચોકાવનારી વાત સામે આવી છે.

ઘટનાના બે કલાક પહેલા મૂળ જામનગર અને હાલ ભાવનગરમાં રહેતા વિજયભાઈ નામના વ્યક્તિની વાત જો માની હોત તો, આજે એક પણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ન હોત. વિજયભાઈ ના પરિવારે બ્રિજનું સંચાલન કરતી ઓફિસના કર્મચારીઓને ચેતવ્યા હતા કે, બ્રિજ ઉપર ન થવાનું થઈ રહ્યું છે, પરંતુ તે હાજર કર્મચારીઓએ તેમની વાત સાંભળી ન હતી.

જો કર્મચારીઓએ વિજયભાઈની વાત સાંભળી હોત તો કદાચ આજે એક પણ વ્યક્તિનું મોત ન થયું હોત. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, કર્મચારીઓની ઘોર બેદરકારીને કારણે મોરબીમાં ઝુલતો પુલ તૂટ્યો હતો. બ્રીજ તૂટવાની ઘટનાના બે કલાક પહેલા ત્યાંથી નીકળી ગયેલા મૂળ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને હાલ અમદાવાદમાં બાપુનગરમાં રહેતા વિજય અગરબત્તી વાળા વિજયભાઈ ગોસ્વામી ચોકાવનારી આપવીતી જણાવવી હતી.

તેમને જણાવ્યું હતું કે, તેઓ પોતાના સગા સંબંધીઓ સાથે ત્યાં ગયા હતા અને બંને પરિવાર સાથે 11 સભ્યો ઝુલતા પુલ ઉપર બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. વિજયભાઈએ કહ્યું કે, ત્યારે પુલ પર હાજર કેટલાક યુવાનો પુલને પકડીને હલાવી રહ્યા હતા. આ મામલે તેમને ભૂલ સંચાલકની ઓફિસ પર ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેમની ફરિયાદ ગંભીરતાથી લેવામાં આવી ન હતી. ત્યાંના બે કર્મચારીઓએ તેમને ખૂબ જ ઊંધો જવાબ આપ્યો હતો.

કર્મચારીઓએ વિજયભાઈને એમ કહ્યું હતું કે, ભાઈ અમે અમારે કોને કહેવું જવું? કોઈ માનશે નહીં તમે જાવ. આવો જવાબ સાંભળીને વિજયભાઈ ના ફેમિલી મેમ્બર ક્યાંથી નીકળી ગયા હતા. પરત ફરતી વખતે વિજયભાઈએ જોયું કે, બ્રિજ ઉપર તેની ક્ષમતા કરતા પણ વધારે લોકો જોવા મળ્યા હતા. આટલું જ નહીં પરંતુ બ્રિજના બંને છેડા ઉપર કોઈપણ પ્રકારની સિક્યુરિટી જોવા મળી ન હતી.

સીસીટીવી કેમેરા પણ ક્યાંય લગાવવામાં આવ્યા ન હતા. તેમને પુલ ઓવરલોડ જેવી પરિસ્થિતિમાં દેખાતો હતો. જો ત્યાં હાજર કર્મચારીઓએ વિજયભાઈની વાત સાંભળી હોત અને ફુલ અને હલાવનાર લોકોને બહાર કાઢ્યા હોત અને પૂલની ક્ષમતા પ્રમાણે લોકોને પૂલ ઉપર જવા દીધા હોત તો આજે આ ઘટના ન બની હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જો જામનગરના આ ભાઈની વાત સાંભળી લીધી હોત તો અનેક લોકોનો જીવ બચી ગયો હોત..! ઘટનાના બે કલાક પહેલા તેમને કહ્યું હતું કે… જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*