કડાકા ભડાકા સાથે વરસાદને લઈને હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતી કરી મોટી આગાહી, જાણો કયા વિસ્તારમાં પડશે વરસાદ…

Published on: 4:20 pm, Sat, 18 June 22

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થતાં જ ગુજરાતની જનતાને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે મેઘરાજાએ એન્ટ્રી લઇ રહ્યા છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. હાલમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે.

બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડ્યો છે. તેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મનોરમા મોહંતીની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમાં સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં સુરતના દરિયાકિનારે સિસ્ટમ સક્રિય થવાના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે.

આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. તેથી ખેડૂતો માટે એક અલગ ખુશીની લહેર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે.

હાલમાં દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે. તેથી વાતાવરણ ખુબ જ સુંદર બની ગયું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કારણ કે ગુજરાતના અનેક વિસ્તારોમાં થોડાક દિવસોમાં જ વાવણી લાયક વરસાદ પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કડાકા ભડાકા સાથે વરસાદને લઈને હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતી કરી મોટી આગાહી, જાણો કયા વિસ્તારમાં પડશે વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*