પાટણમાં વૃદ્ધ પિતાના મૃત્યુ બાદ ચારેય દીકરીઓએ પિતાની અર્થીને કાંઘ આપીને, પિતાના દેહને મુખાગ્નિ આપી – આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા…

Published on: 4:52 pm, Sat, 18 June 22

આજે દીકરીઓ પણ દીકરાની જેમ દરેક ક્ષેત્રમાં આગળ ધપ રહી છે, ત્યારે બધા જ ક્ષેત્રોમાં આજે દીકરીઓ દીકરાઓ સાથે ખભાથી ખભો મિલાવીને ચાલુ થઈ શકે. માત્ર અભ્યાસ ક્ષેત્રે જ નહીં પરંતુ બધા જ ક્ષેત્રમાં આજે દીકરીઓ આગળ છે. એવામાં પછી આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

જેમાં દીકરો દીકરી એક સમાન સાબિત થયું છે. આપણે સૌ એ પરંપરાથી પરિચિત છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેમના પિતાની અર્થીને માત્ર દિકરાઓ જ કાંધી આપતા હોય છે. પરંતુ આજે પાટણના મહેમદપુરામાંથી એક એવો કિસ્સો સાંભળવા મળ્યો છે.

પોતાના પિતાના મૃત્યુ પછી દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી અને સમાજમાં એક અનોખો જ દાખલો બેસાડયો છે. કોઈપણ પરિવારમાં મૃત્યુ પછી પરિવારના દીકરાઓ જ મુખાગ્નિ આપતા હોય છે. પરંતુ હાલ આ કિસ્સામાં દીકરીઓએ પોતાના પિતાની અર્થીને કાંધ આપી અને સમાજમાં એક નવો દાખલો બેસાડયો છે.

આ ચારેય દીકરીઓએ પોતાના પિતાના મૃત્યુ બાદ તેમના પિતાના મૃતદેહને મુખાગ્નિ આપી છે. સાંભળવા મળ્યું છે કે આ પરિવારમાં માત્ર ચાર દિકરીઓ હતી. દીકરો ન હોવાથી આ ચાર દીકરીઓ જ પોતાના માતા-પિતાની સેવા કરી રહી છે.

મહેમદપુરા માં રહેતા 90 વર્ષના ખોડાભાઇ પટેલ કે જેમનું મૃત્યુ થતાં તેમની ચાર દિકરીઓ એટલે કે પશીબેન, નર્મદાબેન, ભાવનાબેન અને શારદાબેન આ ચારેય બહેનોએ થઈને પિતાની અર્થીને કાંધ આપી હતી અને સમાજને એક નવી રાહ ચીંધે છે. કે આજે બધી જગ્યાએ દીકરીઓ દીકરાઓની જેમ આગળધપ છે.

આ દ્રશ્ય જોનારા સૌ કોઈ લોકો ભાવુક થઈ ઉઠ્યા અને બધા જ સંબંધીઓની આંખમાં આંસુ આવી ગયા હતા. એવામાં આ ચારે બહેનોએ દીકરાની ખોટ વર્તાવા દીધી ન હતી અને પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરીને સિદ્ધપુર મુક્તિધામ માં બધી જ વિધી કરી એક દાખલો બેસાડ્યો હતો. આ દીકરીઓએ પિતાના દિકરા બનીને સમાજમાં એક નવી રાહ ચીંધી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાટણમાં વૃદ્ધ પિતાના મૃત્યુ બાદ ચારેય દીકરીઓએ પિતાની અર્થીને કાંઘ આપીને, પિતાના દેહને મુખાગ્નિ આપી – આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*