“લાલ લાલ સનેડો” ગીત ગાના મણીરાજ બારોટ ગુજરાતના આ ગામના હતા, આ બીમારીના કારણે માત્ર 42 વર્ષની ઉંમરે તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો, આજે પણ તેમને ગાયેલા આ ગીતો ઘર ઘરમાં…

Published on: 12:38 pm, Wed, 12 October 22

મિત્રો તમે બધા ગુજરાતના જાણીતા લોકગાયક મણીરાજ બારોટને ઓળખતા જ હશો. મણીરાજ બારોટ તમામ ગુજરાતીઓના દિલમાં એક અલગ જગ્યા બનાવી ચૂક્યા હતા. મણીરાજ બારોટએ ગાયેલા ગીત આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે. મણીરાજ બારોટ આજે આપણી વચ્ચે નથી, પરંતુ ગુજરાતની જનતા તેમને હંમેશા માટે યાદ રાખશે.

મણીરાજ બારોટ ગુજરાતના લોકપ્રિય અને જાણીતા ગાયક કલાકાર હતા. ઉત્તર ગુજરાતના તુરી બારોટ લોકો દ્વારા ભવાઈ દેશમાં ગવાતું સનેડા નામનું લોકગીત આજે પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. મણીરાજ બારોટને જગતભરમાં પ્રખ્યાત કરવામાં સનેડા નામના લોકો ગીતનો ખૂબ જ મોટો ફાળો છે.

મણીરાજ બારોટના અંગત જીવન વિશે વાત કરીએ તો, મણીરાજ બારોટ ઉત્તર ગુજરાતના પાટણ પાસે આવેલા બાલવા ગામના મૂળ વતની છે. મણીરાજ બારોટનું આખું નામ મણીરાજ શીવાભાઈ બારોટ હતું. 30 સપ્ટેમ્બર 2006 ના રોજ 42 વર્ષની ઉંમરે નવરાત્રીના આઠમના દિવસે હૃદય રોગના કારણે મણીરાજ બારોટનું મૃત્યુ થયું હતું.

મણીરાજ બારોટના જીવનસાથી જશોદાબેન બારોટનું પણ મૃત્યુ પામ્યા છે. જ્યારે આરતીબેન બારોટ હજુ જીવે છે. મણીરાજ બારોટે મણીયારો આયો લા, શેલ દરવાજે ઢોલચી વાગે, સડક વચ્ચે છાપરી, ચિતડાનો ચોર, મેના પોપટ, રમઝટ રાસની, સોનાનો ગરબો વગેરે જેવા લોકગીત અને ગરબા ગાયા છે.

તેમજ મણીરાજ બારોટે લાલ લાલ સનેડો, જી હો લાલ સનેડો, માતાજી નો સનેડો વગેરે જેવા સનેડા ગાયા છે. મણીરાજ બારોટ ની દીકરી રાજલ બારોટ દીકરી હોવા છતાં તેના પિતા તરીકેની ફરજ નિભાવીને પોતાની બહેનના લગ્ન કરાવ્યા હતા અને હવે મણીરાજ બારોટની મોટી દીકરીના ઘરે પારણું બંધાવ્યું છે.

તેના ફોટા ખુદ રાજલ બારોટ એ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. મણીરાજ બારોટ વર્ષ 1989થી લઈને વર્ષ 2006 સુધી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ફેમસ રહ્યા છે. આ વર્ષના સમયગાળા દરમિયાન તેઓ ખૂબ જ સક્રિય હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“લાલ લાલ સનેડો” ગીત ગાના મણીરાજ બારોટ ગુજરાતના આ ગામના હતા, આ બીમારીના કારણે માત્ર 42 વર્ષની ઉંમરે તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો, આજે પણ તેમને ગાયેલા આ ગીતો ઘર ઘરમાં…"

Leave a comment

Your email address will not be published.


*