ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે બહાર લટકાઈને સ્ટંટ કરતા યુવક થાંભલા સાથે અથડાયો, ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો

Published on: 12:05 pm, Wed, 12 October 22

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર સ્ટંટના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા એવા પણ લોકો હોય છે જે જોખમી સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માગતા હોય છે. પરંતુ અમુક વખત તેમના આ જોખમી સ્ટંટ તેમનો જીવ લઈ લેતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જે એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક વ્યક્તિને ચાલતી ટ્રેનમાં જોખમી સ્ટંટ કરવો ભારે પડી જાય છે. વાયરલ થયેલો વિડિયો જોઈને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પૂરપાડ ઝડપે ચાલતી ટ્રેનમાં બહાર લટકતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન યુવક રેલવે ટ્રેકની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાય છે.

ટક્કર ના કારણે યુવક ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. આ ઘટનામાં યુવક જમીન પર પડ્યા બાદ ઉછળે છે અને ત્યારબાદ ફરીથી જમીન પર ભટકાય છે. આ યુવકનો જોખમી સ્ટંટ તેના મૃત્યુનું કારણ બન્યું છે. આ ઘટનાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના પંજાબના લુધિયાણામાં બની હતી.

અહીં ચાલતી ટ્રેનમાં રિલ્સ બનાવતી વખતે એક યુવક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું છે. મૃત્યુ પામેલા યુવક પાસેથી મોબાઇલ અથવા તો કોઈ આઈડી મળ્યું નથી. તેથી હજુ સુધી આ યુવકની ઓળખ થઈ નથી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક દિલ્હી જઈ રહેલી માલવા એક્સપ્રેસમાં ચડ્યો હતો.

ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક ટ્રેનના દરવાજા પાસે ઉભો છે. આ યુવક બહારની તરફ લટકાઈને સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. બીજો યુવક આ યુવક નો વિડીયો ઉતારી રહ્યો છે. આ દરમિયાન સ્ટંટ કરતો યુવક એક થાંભલા સાથે અથડાય છે.

જેના કારણે તેનો હાથ છૂટી ગયો હતો અને તે જમીન પર પટકાયો હતો હતો. જમીન પર પડ્યા બાદ તે હવામાં ઉછળીને ફરી એક વખત જમીન પર પડે છે. હાલમાં આ રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે બહાર લટકાઈને સ્ટંટ કરતા યુવક થાંભલા સાથે અથડાયો, ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*