સમાચાર

વલસાડમાં 26 વર્ષના યુવકે પુલ પર લોખંડની એંગલ પર ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો શું છે સુસાઈડનું કારણ…

વલસાડમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. વલસાડ તાલુકાના ઓઝર ગામમાંથી પસાર થતી નદી ઉપરના બ્રિજ પરની લોખંડની એંગલે સાથે એક 26 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં ગામના સરપંચ અને અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતા જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ કરનાર યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. સુસાઇડ કરનારી યુવકનું નામ રાહુલભાઈ કાંતિભાઈ પટેલ હતું. રાહુલ ઓઝર ગામના પાનેર ફળિયામાં રહેતો હતો.

તેને પોતાના ઘરની નજીક સાઈબાબાના મંદિર તરફ જતા વણજારા નદીના પુલ પર લોખંડની એંગલ પર દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

દીકરાના મોતના સમાચાર મળતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. રાહુલે અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુસાઇડ પાછળનું કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે રાહુલના મૃતદેહને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *