સુરતમાં ચોથા માળેથી નીચે પડતા પરિવારના એકના એક લાડકવાયા દીકરાનું કરુણ મોત… પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું…

સુરત શહેરમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આવાસના ચોથા માળેથી નીચે પડતા 17 વર્ષના કિશોરનું મોત થયું છે. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. 17 વર્ષનો બાળક ચોથા માળેથી નીચે કેવી રીતે પડ્યો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા 17 વર્ષના બાળકનું નામ હર્ષ પરમાર હતું અને તે પરિવાર સાથે વેસુ વિસ્તારમાં આવેલ સુમન સેલ આવાસમાં પહેલા માળે રહેતો હતો.

હર્ષના પરિવારમાં તેમના પિતા, માતા અને એક બહેન છે. હર્ષ પોતાની ઘરની નજીકમાં આવેલી સુમન સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. હર્ષ પરિવારનો એકનો એક દીકરો હતો. ગઈકાલે બપોરે હર્ષ રહસ્યમય રીતે આવાસના ચોથા માળેથી નીચે પડ્યો હતો.

ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને હર્ષને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન હર્ષનું મોત થયું હતું. હર્ષના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

હાલમાં ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. હર્ષ ચોથા મળેથી નીચે કેવી રીતે પડ્યો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*