રાજકોટમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. રાજકોટ નજીક વાવડી ગામમાં આવેલા પુનિતનગરમાં રોજવેલા એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષના યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે.
પછી તો રૂમમાં સૂતેલી પત્નીએ રૂમમાંથી બહાર આવીને જોયું ત્યારે તેને પોતાના પતિના મૃતદેહને લટકતી હાલતમાં જોયું હતું. પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સુસાઈડ કરનાર 32 વર્ષના યુવકનું નામ વિજયભાઈ દામજીભાઈ દાસે હતું.
વિજયે વહેલી સવારે 8:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરના હોલમાં પંખાના ઉપમા ચાદર બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં દોડીએ આવ્યા હતા. ત્યારબાદ 108ની ટીમને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ટીમે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી મૃત્યુ પામેલા વિજયના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
વિજય વાવડીમાં ગેરેજ ચલાવતો હતો. થોડાક સમયથી તે આર્થિક ભીષ્મ આવી જતા ખૂબ જ કંટાળી ગયો હતો અને જેના કારણે તેને આ પગલું ભર્યું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. મૃત્યુ પામેલો વિજય ત્રણ ભાઈઓ અને બે બહેનોમાં નાનો હતો. તેને સંતાનમાં એક અઢી વર્ષનો દીકરો છે. ઘટના બનતા જ દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "રાજકોટમાં 32 વર્ષના યુવકે ઘરના હોલમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… અઢી વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…"