આમની સાદગી તો જુઓ..! પોતે ભાડાના મકાનમાં રહીને આ હીરાના વેપારીએ, અત્યાર સુધીમાં 350 દીકરીઓના પિતા ગીતા બનીને તેમના લગ્ન કરાવ્યા અને કન્યાદાન આપ્યું…

Published on: 11:53 am, Fri, 23 December 22

મિત્રો હાલના સમયમાં ઘણા એવા લોકો છે. જેવો પોતાની કમાણીના અમુક ટકા રૂપિયા લોકોની સેવા કે મદદ પાછળ વાપરતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર ઘણા સમાજસેવક લોકો વિશે સાંભળતા હશો. ત્યારે આજે આપણે હીરાના વેપારીના સેવાકીય કાર્ય વિશે વાત કરવાના છીએ. મિત્રો તમે બધાએ મહેશભાઈ સવાણીનું નામ તો જરૂર સાંભળ્યું હશે.

જેવો દર વર્ષે અનાજ દીકરીઓના પાલક પિતા બનીને તેમના લગ્ન કરાવે છે. ત્યારે આજે આપણે તેવા જ એક રાજસ્થાનના હીરાના બિઝનેસમેન વિશે વાત કરવાના છીએ. જેઓ ખૂબ જ મોટા બિઝનેસમેન હોવા છતાં પણ ભાડાના મકાનમાં રહીને સાદું જીવન જીવી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનના ધોલપુરના બિઝનેસમેન અનિલભાઈ અગ્રવાલ જે હોય છેલ્લા 15 વર્ષમાં 350 જેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા છે. આ ઉપરાંત લગ્ન વખતે દીકરીને કરિયાવરમાં અપાતી તમામ વસ્તુઓ પણ અનિલભાઈ અગ્રવાલ એ આપી છે. અનિલભાઈ હાલમાં તેમના પરિવાર સાથે એક ભાડાના મકાનમાં રહે છે.

અનિલભાઈ દીકરીઓના તો લગ્ન કરાવ્યા જ છે આ ઉપરાંત તેઓએ 400 જેટલા પરિવારમાં ને રોજગારી તક પણ પૂરી પાડી છે. અનિલભાઈ અત્યાર સુધીમાં ઘણા બધા સેવાકીય કાર્યો કર્યા છે. અનિલભાઈ ઘણી બધી દીકરીઓનો ભણવાનો ખર્ચો પણ ઉપાડ્યો છે. તેઓ હંમેશા સેવા કાર્યમાં આગળ જ રહે છે.

અનિલભાઈનું એવું કહેવું છે કે, તેઓને ભગવાને સમક્ષ બનાવ્યા છે. તેથી મારે બીજા લોકોની ચિંતા કરવી જોઈએ અને તેથી હું બીજા લોકોની ચિંતા કરી રહ્યો છું. આજે હું લોકોની સેવા કરવાને મારો ધર્મ માનું છું. અનિલભાઈ 350 દીકરીઓને પોતાની સગી દીકરીઓ માનીને તેમના લગ્ન કરાવીને તેમનું ઘર વસાવ્યું છે.

દીકરીને લગ્નમાં આપવામાં આવતી તમામ વસ્તુઓ પણ અનિલભાઈ આપી છે. અનિલભાઈ છેલ્લા 15 વર્ષથી અલગ અલગ સેવાકીય કામ કરીને લોકોની મદદ કરી રહ્યા છે. લોકો તેમના આ સેવાકીય કામને જોઈને તેમના વખાણ કરી રહ્યા છે. અનિલભાઈના કારણે ઘણા પડી ભાંગેલા પરિવાર હસતો ખેલતો થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમની સાદગી તો જુઓ..! પોતે ભાડાના મકાનમાં રહીને આ હીરાના વેપારીએ, અત્યાર સુધીમાં 350 દીકરીઓના પિતા ગીતા બનીને તેમના લગ્ન કરાવ્યા અને કન્યાદાન આપ્યું…"

Leave a comment

Your email address will not be published.


*