ગ્રીષ્માવાળી થતાં રહી ગઈ..! સુરતમાં એક યુવકે જાહેરમાં એક યુવતીને ગળા ઉપર કટર ફેરવીને ગળું ચીરી નાખ્યું… તમે જ કહો આવા લોકોનું શું કરવું જોઈએ…

Published on: 12:33 pm, Fri, 23 December 22

સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. મિત્રો તમને બધાને યાદ જ હશે કે આજથી થોડાક મહિના પહેલા સુરતમાં ફેનિલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામનો દીકરીનો જીવ લાવી લીધો હતો. ત્યારે સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરીયા જેવો કેસ બનતા રહી ગયો છે. સુરતના સચિન વિસ્તારમાં એક યુવકે જાહેરમાં પોતાની પૂર્વ પ્રેમિકાના ગળા ઉપર કટર ફેરવી નાખ્યું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં હોસ્પિટલમાં દીકરીની સારવાર ચાલુ છે અને ઘટના બન્યા બાદ પોલીસે આરોપીને દબોચિ પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારની કોઈ પણ ઘટના હોય ગંભીરતાથી પગલા લેવાશે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને સચિન પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે દીકરીએ પ્રેમીના ત્રાસથી કંટાળીને હંમેશા માટે તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા. પછી ગુસ્સામાં ભરાયેલા પ્રેમીઓ આ પ્રકારનું પગલું ભર્યું હતું. ઘટનાનો શિકાર બનેલી દીકરી ઉમરપાડાની રહેવાસી છે અને તેની ઉંમર 22 વર્ષની છે. આ ઘટના સચિનના સુડા વિસ્તારમાં બની હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. દીકરીના પૂર્વ પ્રેમીએ જાહેરમાં તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં દીકરીનો બચાવ થયો છે. પરંતુ તેના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. દીકરી એપ્રિલ પાર્કના એક કારખાનામાં સિલાઈ મશીન નું કામ કરતી હતી. ત્યારે તાપી જિલ્લાના નિજાર ખાતે બોરડા ગામમાં આવેલા નિશાળ ફરિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી નામના યુવકે યુવતી પર જીવલેણ પ્રહાર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર 2019 માં આરોપી યુવક અને પેઢી યુવતી કંપનીમાં સાથે કામ કરતા હતા. ત્યારે બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી. બંને વચ્ચે એકાદ વર્ષ પ્રેમ સંબંધ ચાલ્યો હતો. રામસિંગના સ્વભાવના કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધમાં ઘણા ઝઘડાઓ થતા હતા. રામસિંગનું વર્તન અને તેનો સ્વભાવ યુવતીને બરોબર લાગતો ન હતો. તેથી રામસિંગના ત્રાસથી કંટાળીને યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યા હતા.

પરંતુ રામસિંગ યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરંતુ યુવતી આ વાતનો ઇન્કાર કરી દેતી હતી. પૂર્વ પ્રેમીના ત્રાસથી કંટાળીને દીકરી સુરત ખાતે પોતાની નોકરી છોડીને પોતાના વતન જતી રહી હતી. છ મહિના પહેલા યુવતી ફરી સુરત આવી હતી અને પોતાની નોકરી કરવા લાગી હતી. 17 ડિસેમ્બર 2022 ના રોજ દિકરી સચિન વિસ્તારના આવેલા સાઈનાથ સુડા સેક્ટર પાસે એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગઈ હતી.

આ દરમિયાન તેનો પૂર્વ પ્રેમી પણ ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યાં તેને યુવતીનું એટીએમ કાર્ડ અને તેનું મોબાઈલ લઈ લીધો અને તેની પોતાની સાથે આવવા માટે દબાણ કર્યું હતું અને ત્યારે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો થતાં જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા તેથી પ્રેમી ત્યારે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ આરોપી પ્રેમી એ ફરી એક વખત યુવતીનો પીછો કર્યો અને તેને એકલતામાં મળ્યો.

21 ડિસેમ્બર ના રોજ સવારે યુવતી પોતાની બહેનપણી સાથે નોકરી પર જતી. આ દરમિયાન અચાનક જ પ્રેમીએ પાછળથી આવીને યુવતીના ગળાના ભાગ ઉપર કટર ફેરવી દીધું હતું. આ ઘટના આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલી દીકરીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગ્રીષ્માવાળી થતાં રહી ગઈ..! સુરતમાં એક યુવકે જાહેરમાં એક યુવતીને ગળા ઉપર કટર ફેરવીને ગળું ચીરી નાખ્યું… તમે જ કહો આવા લોકોનું શું કરવું જોઈએ…"

Leave a comment

Your email address will not be published.


*