મહેશભાઈ સવાણીની સાદગી તો જુઓ..! બોટાદમાં દીકરીના ઘરે જઈને સાદગીપૂર્વક જમીન પર બેસીને ભોજન કર્યું…જુઓ ફોટાઓ

Published on: 11:01 am, Wed, 23 November 22

મિત્રો તમે બધા સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશભાઈ સવાણીને તો જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી હંમેશા પોતાના સેવાકીય કાર્યોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. પી પી સવાણી ગ્રુપના સ્થાપક અને હજારો દીકરીઓના પાલક પિતા એટલે કે મહેશભાઈ સવાણી. મહેશભાઈ સવાણીને જાણીતા એવા એવોર્ડ એટલે કે નિશાન એ ખુરશીદ એનાયત કરવામાં આવ્યા છે.

મહેશભાઈ સવાણી ઇન્ડિયન આઇડલમાં પણ આવ્યા હતા. ઇન્ડિયા કી ફરમાઈશ નામનું તેમના માટે સ્પેશિયલ શો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાતની અંદર અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. મિત્રો તમને બધાને ખબર હશે કે મહેશભાઈ સવાણી દર વર્ષે ખૂબ જ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરે છે. આ આયોજનમાં મહેશભાઈ સવાણી અનાજ દીકરીઓના પાલક પિતા બનીને તેમના લગ્ન કરાવે છે.

મહેશભાઈ સવાણી દર વર્ષે હજારો દીકરીઓના લગ્ન કરાવીને સમાજમાં લોકોને નવો રાહ ચીંધી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ મહેશભાઈ સવાણી બે દિવસના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. મહેશભાઈ સવાણી જ્યારે ઇન્ડિયન આઇડલ શોમાં ગયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેઓ માત્ર દીકરીઓના લગ્ન જ નથી કરાવતા પરંતુ દીકરીઓની તમામ પ્રકારની સાર સંભાળ અને દીકરીઓના તમામ પ્રકારના શુભ પ્રસંગે હાજરી આપે છે.

મહેશભાઈ સવાણી તમામ છોકરીઓની સાથે સંપર્કમાં રહે છે. એટલું જ નહીં પરંતુ દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ મહેશભાઈ અવારનવાર દીકરીઓના ઘરે જતા હોય છે અને તેમની સંભાળ લેતા હોય છે. મહેશભાઈ સવાણીની વાત કરીએ તો તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

સોશિયલ મીડિયા ઉપર મહેશભાઈ સવાણી અવારનવાર દીકરીઓના અને તેમની જન્મદિવસની શુભેચ્છાઓ ના ફોટા શેર કરતા હોય છે. ત્યારે મહેશભાઈ સવાણી થોડાક સમય પહેલા સૌરાષ્ટ્રની મુલાકાતે ગયા હતા. તેઓ બોટાદ શહેરની અંદર તમામ દીકરીઓને મળવા માટે ગયા હતા. બોટાદમાં રહેતી દીકરીઓએ પણ મહેશભાઈ સવાણી નું ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે મહેશભાઈ સવાણીએ બોટાદની અંદર રહેતી દીકરીના ઘરે ખૂબ જ સાદગીપૂર્વક ગયા હતા અને ત્યાં જમીન પર બેસીને ભોજન કર્યું હતું. આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા ફોટામાં તમે જોઈ શકો છો કે મહેશભાઈ સવાણી દીકરીના ઘરે જમીન પર બેસીને ભોજન કરી રહ્યા છે. મહેશભાઈ સવાણીની આ સાદગીના લોકો ચારે બાજુ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહેશભાઈ સવાણીની સાદગી તો જુઓ..! બોટાદમાં દીકરીના ઘરે જઈને સાદગીપૂર્વક જમીન પર બેસીને ભોજન કર્યું…જુઓ ફોટાઓ"

Leave a comment

Your email address will not be published.


*