લોકલાડીલા ખજૂરભાઈ બંધાઈ ગયા લગ્નના પવિત્ર બંધનમાં… જુઓ ખજૂરભાઈના લગ્નની કેટલીક ખાસ તસવીરો…

Published on: 5:37 pm, Sat, 9 December 23

મિત્રો તમે સૌ કોઈ લોકો ગરીબોના મસિયા એવા લોકલાડીલા ખજૂર ભાઈને તો જરૂર ઓળખતા હશો. અત્યાર સુધીમાં ખજૂરભાઈ સેકડો લોકોના દુઃખ દૂર કરીને તેમના જીવન બદલી નાખ્યા છે. તમે સોશિયલ મીડિયા પર ખજૂરભાઈ ઘણી અવારનવાર વાતો વિશે સાંભળતા જ હશો.

 

 

મિત્રો તમને બધાને ખબર હશે કે, આજથી ઘણા સમય પહેલા જ્યારે ખજૂર ભાઈએ પોતાની સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા, ત્યારે તેમની અને મીનાક્ષી દવેની જોડી જોઈને લોકો ખૂબ જ ખુશ થયા હતા.

પછી લોકોએ બંનેની આ જોડીને ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા. સગાઈ બાદ તો બધા લોકો ખજૂરભાઈના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે આઠ ડિસેમ્બરના રોજ લોકલાડીલા ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે લગ્નના પવિત્ર સંબંધમાં બંધાઈ ગયા છે.

હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ખજૂર ભાઈના લગ્નની જ ચર્ચાઓ ચાલી રહી છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર તેમના લગ્નના કેટલાક ફોટાઓ અને વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. લગ્નના ફોટા જોઈને ખજૂર ભાઈના ચાહકો તેમને ખૂબ જ શુભેચ્છાઓ આપી રહ્યા છે.

હંમેશા ગરીબ લોકોની સેવા કરનાર ખજૂરભાઈ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્નના ફોટા જોઈને ગુજરાતની જનતાએ ખજૂરભાઈ અને તેમના ધર્મ પત્નીને ખૂબ જ આશીર્વાદ આપ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈએ પોતાના લગ્નમાં વગર કામનો ખર્ચો કર્યો નથી અને તેમને પોતાના લગ્ન ખૂબ જ સાદાઈથી કર્યા છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "લોકલાડીલા ખજૂરભાઈ બંધાઈ ગયા લગ્નના પવિત્ર બંધનમાં… જુઓ ખજૂરભાઈના લગ્નની કેટલીક ખાસ તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*