કોરોના નુ સંક્રમણ અટકાવવા 10 જિલ્લાઓમાં લાગ્યું લોકડાઉન, ઘર ની બહાર નિકળવા પર પણ પ્રતિબંધ

Published on: 10:10 am, Tue, 22 September 20

છત્તીસગઢમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે રાયપુર જિલ્લાના પ્રશાસન દ્વારા 21 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને શનિવારના રોજ જણાવ્યું હતું કે, રાયપુરમાં જિલ્લા અધિકારી એસ ભારતી દાસને એક જાહેર કર્યો છે,કે રાયપુરમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે.આ આદેશ 21 સપ્ટેમ્બરના રોજ રાતના નવ વાગ્યા થી 28 તારીખ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે.

છત્તીસગઢમાં કોરોના વાયરસના સંક્રમણની વધતા કેસ ને ધ્યાનમાં રાખી રાયપુર શહેરમાં 26 હજારથી પણ વધારે કેસ આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, તમામ પ્રકારના પ્રયાસો કરવા છતાં પણ સંક્રમણ ઘટવાનું નામ નથી લેતું ત્યારે હવે આ બાબતની ગંભીરતા જાણી રાયપુર જિલ્લામાં કન્ટેનમેન્ટ જોન બનાવવા આવશ્યક થઈ ગયા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ જિલ્લા ઉપરાંત અન્ય શહેરી વિસ્તારોમાં લોકડાઉન લાગ્યું છે. જેમાં બિલાસપુર શહેરમાં 22 સપ્ટેમ્બરની સવારે થી 28 સપ્ટેમ્બર ની મધ્યરાત્રિ.

દુર્ગા અને ભિલાઈ શહેર સહિત અન્ય 6 શહેરી વિસ્તારોમાં 20 થી 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!