કેન્દ્ર સરકારના આ કાર્યથી હજારો કર્મચારીઓ બેરોજગાર થવાનો ડર, જાણો સમગ્ર માહિતી

Published on: 9:48 am, Tue, 22 September 20

કેન્દ્ર સરકારના ત્રણ બિલ ઉપર વિરોધ પક્ષ સહિત લાખો ખેડૂતો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. સંસદમાં કૃષિવિષયક પર કૃષિ ને લગતા આ ત્રણ બિલ બહાર પાડ્યા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ બિલ ની મદદથી કરોડો ખેડૂતો સશક્ત બનશે અને સરકાર લઘુતમ ટેકાના ભાવે ખરીદી ચાલુ રાખશે. ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી એ કહ્યું કે સરકારના આ કાર્યથી એપીએમસી બંધ થતાં હજારો કર્મચારીઓ બેરોજગાર બનશે. ખેડૂતોને એપીએમસી મુજબ ખરીદી બંધ કરી સરકાર છટકીને સંગ્રહખોરો, કાળા બજારોને લાભ આપવા માગે છે.ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી એ કહ્યું કે 80 કરોડ દેશના ખેડૂતોમાં હિતમાં નિર્ણય લેવાયો છે.

દેશના કિસાન સંગઠન કે કિસાન સાથે ચર્ચા કર્યા વગર કેમ આ પગલું ભર્યું છે?સરકારે એપીએમસી માલ ખરીદવાની છૂટ આપી છે તો આ વટહુકમમાં ખેડૂતોની લઘુતમ ટેકાના ભાવે ખરીદવાની ગેરંટી કેમ આપી નથી?એપીએમસી ના નવા કાયદા સુધારા માર્કેટયાર્ડની બહાર પણ ખેડૂતો તેનો માલ વેચી શકશે અને તેના પર કોઇ શેષ ભરવાની રહેશે નહીં તેમાં પણ ભેદભાવ છે કારણ કે જે વેપારી ખેડૂતોનો માલ યાર્ડની અંદર ખરીદે તેને શેષ ભરવી પડશે અને બહારથી ખરીદે તેને નહીં ભરવી પડે.

માર્કેટયાર્ડખેડૂતોના માલનું વેચાણ કેન્દ્ર તો નહીં જ રહે પરંતુ કમજોર બની ને ખેડૂતોની આત્મહત્યા કરવા મજબૂર બનશે.આ ઉપરાંત ખેડૂત સમાજે માંગણી કરતા કહ્યુ કે સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવથી નીચા ભાવે કોઈ કૃષિ ઉપજ ખરીદશે નહીં તેવી ગેરંટી આપી કાયદો બનાવવો, પ્રાઈવેટ સેક્ટરને છૂટોદોર મળવાથી ખેડૂતોનું શોષણ વધશે નહીં.

આ વટહુકમને કારણે બીજા બિલથી જરૂરિયાતની ચીજવસ્તુઓ બહાર નીકળી જશે તો સંગ્રહખોરો ખેડૂતોનો માલ સસ્તો પડાવી લઇ વધુ ભાવે બજારમાં વેચશે.

બીજા બિલમાં  કંપનીઓને ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ની છૂટ મળે તો પાક નબળો થાય અથવા બજારમાં ઊંચા ભાવ થાય તો કંપની છટકી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્ર સરકારના આ કાર્યથી હજારો કર્મચારીઓ બેરોજગાર થવાનો ડર, જાણો સમગ્ર માહિતી"

Leave a comment

Your email address will not be published.


*