અમરેલીના રાજુલા તાલુકાના ખખાબાઈ ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ખખાબાઈ ગામ પાસે આવેલા આશ્રમના મહિલા પૂજારીનો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ગામમાં અફરાતફરી મચી ગઇ હતી.
પ્રાથમિક તપાસમાં ઉપચાર જાણવા મળી રહ્યું છે કે આ ઘટના પાછળ કોઈ નજીકના વ્યક્તિનો જ હાથ છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. ખખાબાઈ ગામના રસ્તા પર નમો નારાયણ આશ્રમ આવેલું છે.
તે આશ્રમમાં રેખાબેન ગોવિંદભાઈ નામના સાધ્વી પૂજારી તરીકે હતા. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ધારદાર વસ્તુઓ વડે મહિલા પૂજારીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
અને ત્યાર બાદ મૃતદેહને રાજુલાના હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર રેખાબેન છેલ્લા લાંબા સમયથી આશ્રમમાં સેવા પૂજા કરતા હતા.
આ ઘટના પાછળ કોનો હાથ છે તે જાણવા માટે અમરેલી એલસીબી, એસ.ઓ.જી સહિતની પોલીસ કામે લાગી ગઈ છે. સૂત્રો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે આ ઘટના પાછળ કોઈ નજીકના વ્યક્તિનું જ હાથ છે. આરોપી ઝડપાયા બાદ ઘટનાનું સાચું કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!