બાઇક પર જઇ રહેલા દાદા અને પૌત્ર બેકાબૂ ટ્રકે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, દાદા અને પૌત્રનું મૃત્યુ…

Published on: 2:55 pm, Mon, 22 November 21

જાંબુ નદી પર આવેલા સડક બ્રિજ પરની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શિનોરના મીંઢોળ ગામથી મારેઠા પરત આવી રહેલા દાદા અને પૌત્ર અને રસ્તામાં અકસ્માત નડયો તો તેમાં બંનેના મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર જાંબુ નદી પર આવેલા સડક બ્રિજ પર પાછળથી આવતા એક બેકાબૂ ટ્રકે દાદા અને પૌત્ર અને બંનેને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં દાદાનુ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. 6 વર્ષના પૌત્રની હાલત ખુબ જ ગંભીર હતી.

તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમ્યાન પૌત્રનું મૃત્યુ થયું હતું. મારેઠા ગામમાં રહેતા 60 વર્ષના ઠાકોરભાઈ ખોડાભાઈ પાટણવાડીયા તેમના 6 વર્ષના પૌત્ર શિવમને લઈ ને શનિવારના રોજ શિનોરના ગામમાં રહેતી તેમની પુત્રીને ત્યાં ગયા હતા.

તેઓ રવિવારના રોજ સવારના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે જાંબુઆ નદીના સડક બ્રિજ પર પાછળથી આવતા એક ટ્રકચાલકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી તેના કારણે બાઈક પર સવાર દાદા અને પૌત્ર બંને રોડ પર નીચે પડ્યા હતા.

આ ઘટનામાં દાદાનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું અને પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માતના કારણે લગભગ 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે ટ્રાફિકને હળવી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઇક પર જઇ રહેલા દાદા અને પૌત્ર બેકાબૂ ટ્રકે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, દાદા અને પૌત્રનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*