રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ગુજરાતના આ સંત ને આમંત્રણ ન મળતાં શ્રોતાઓ થયા નારાજ , જાણો વિગતે

1649

આગામી 5 મી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર ના ભૂમિપૂજન નો કાર્યક્રમ છે. ત્યારે હવે ગુજરાતના કેટલાક સંતો ને રામ મંદિરના આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનો મોકો મળેલ છે. મહત્વનું છે કે ગુજરાતના પાંચ થી પણ વધારે સંતોને આ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું છે . ત્યારે મોરારીબાપુ ને આમંત્રણ ન મળતા તેમના શ્રોતાઓ માં નારાજગી વ્યાપેલ છે.

દેશને જે દિવસની વર્ષોથી રાહ હતી તે અવસર પાંચમી ઓગસ્ટે ભવ્યથી ભવ્ય ઐતિહાસિક રામ મંદિરનો શિલાન્યાસ યોજાઇ રહ્યો છે. તો બીજી તરફ અયોધ્યામાં રામ મંદિર માં મોરારિબાપુને આમંત્રણ ના મળતા તેમના શ્રોતાઓમાં નારાજગી વ્યાપી છે. મોરારીબાપુએ દેશ-વિદેશમાં કરેલી કથાઓનું કરોડોનું દાન આપ્યું હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે.