ટુ વ્હીલરમાં હેલમેટ ને લઈને આવ્યો નવો નિયમ , જો આ નિયમનું પાલન નહીં કરો તો ભરવો પડશે એક હજાર રૂપિયા દંડ

Published on: 11:14 am, Sun, 2 August 20

કેન્દ્ર સરકાર ટુ વ્હીલર સવારો માટે ફક્ત બ્રાન્ડેડ હેલ્મેટ પહેરવા ઉત્પાદન અને વેચાણ સુનિશ્ચિત કરવા માટે એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. લોકલ હેલ્મેટ પહેરવા પર એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે. આ સાથે સ્થાનિક હેલ્મેટ ઉત્પાદક પર બે લાખ રૂપિયા દંડ અને જેલની જોગવાઈ કરવામાં આવશે. દરરોજ 28 બાઈક સવારો લોકલ હેલ્મેટ ના કારણે અથવા માર્ગ અકસ્માત હેલ્મેટ વિના મૃત્યુ પામે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે નબળી ગુણવત્તાવાળા હેલ્મેટ સ્થાનિક લોકો પહેરશે તો પોલીસ દ્વારા રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવશે. નવા ધોરણમાં, હેલ્મેટ નું વજન ઘટાડીને 1 કિગ્રા 200ગ્રામ કરવામાં આવ્યું છે.ટુ વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ના પ્રમુખ રાજીવ કપૂરે જણાવ્યું હતું કે,હેલ્મેટ ને બીઆઇએસની સૂચિમાં સામેલ કરવામાં આવે ટુ વ્હીલર માર્ગ અકસ્માતમાં જીવ બચી શકે છે.