આજે એકાએક પાકિસ્તાનનો નવો નકશો જાહેર કરીને પિઓકે જ નહીં તેમને કાશ્મીરને પોતાનો અભિન્ન હિંસો ગણાવા ની સાથે ગુજરાતના જુનાગઢને પાકિસ્તાનમાં ભાગ ગણાવતા ગુજરાતમાં આ બાબતે ચર્ચાને એરણે ચડી છે. કેમ આઝાદીના આટલા વર્ષો બાદ પાકિસ્તાનને જુનાગઢ ની યાદ આવી છે તેની પાછળ પણ અેક રસપ્રદ ઈતિહાસ છે. ઇતિહાસ જણાવે છે કે જૂનાગઢના પ્રાચીન નામોમાં કરણ કુંજ ,મણિપુર, નરેન્દ્ર પુર, ચંદ્ર કુપુર , ગિરિ નગર અને પુરાતન પુરા તરીકે પણ જાણીતા છે .1820 બ્રિટિશ સરકાર નામ જુનાગઢ આપ્યું જે રાજ્ય દ્વારા નોંધાયેલું છે અને જાહેરમાં લોકપ્રિય પણ છે. આજે પણ ગ્રામ્ય લોકો કહે છે તે જુનાગઢ પર વિવિધ નિયમો મુજબ શાસન હતું.
1472 પછી મહમૂદ બેગડા , ખલીલ ખાન, સિકંદર અને ઈબાદત ખાન જુનાગઢ પર 1573 ર્થી 1748 ની વચ્ચે શાસન કરેલ હતું જુદી જુદી બાબિસ નવાબ જુનાગઢ પર 1947 સુધી શાસન કરવામાં આવ્યું હતું . જૂનાગઢના છેલ્લા નવાબ પર આરજી હુકુમત ના હુમલાને કારણે તેઓ જુનાગઢ ને છોડી કરાંચી ભાગી ગયા હતા . 1949 માં જૂનાગઢ રાજ્યને સૌરાષ્ટ્ર રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. જૂનાગઢને આઝાદીના બે વર્ષ બાદ આઝાદી મળી હતી. જુનાગઢનો નવાબ પાકિસ્તાન સાથે ભળવાનો ઇરાદો લઇને બેઠો હતો. આખરે સરદાર વલ્લભ પટેલ મક્કમ બનીને જૂનાગઢને ગુજરાતમાં ફેરવી દીધું હતું.
1947 માં ભારત આઝાદ ઘોષિત થઈ ગયું હતું , પણ હજી ભારતના કેટલાક રજવાડાઓના રાજા તથા નવાબોના હાથમાં હતા . આવા દેશી રજવાડાઓને આઝાદ કરવાના બાકી હતા . આવા સમયે જુનાગઢમાં નવાબ મહોબતખાન નું રાજ હતું. શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાનો ખ્યાલ નવાબ મહોબત ખાન ના દિમાગ માં ફસાવી દીધો હતો . નવાબે દિલ્હી સરકારને જાણ કર્યા વગર જુનાગઢ પાકિસ્તાન સાથે જોડવાનું જાહેર કરી દીધું. જૂનાગઢના કેટલાક આગેવાનો પોતાના બળે નવાબી હુકુમત ને છેડો લાવવા મેદાને આવ્યા અને આરજી હકૂમત ને સ્થાપવાનું નક્કી કર્યું હતું.
હવે જુનાગઢ ચારે તરફ થી ઘેરાયેલું હતું . બહાર નો સંપર્ક કપાતાં અનાજ કારમી તંગી, વેપાર-ધંધા ભાંગી પડ્યા હતા . હવે માત્ર હિન્દુઓ જ નહીં , મુસલમાન જનતામાં પણ નવાબ સામે આક્રોશ હતો આ દરમિયાન દીવાન શાહનવાઝ ભુટ્ટોએ 4 નવેમ્બર 1947 ના રોજ પોલીસ કમિશનર કે.એમ નકવી ને લેખિત પત્ર સાથે પાકિસ્તાની લશ્કરી સહાય માગવા કરાંચી મોકલ્યો હતો અને પાછા આવ્યા જ નહીં . આથી જૂનાગઢના નવાબ મહોબતખાન જૂનાગઢનું દીવાન શાહનવાઝ ભુટ્ટો ઉપર નાખી પાકિસ્તાન ભાગી ગયા હતા.