ચાલો જાણીએ ‘હંસાબેન ભરતભાઈ પરમાર’ ક્યાં રહે છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે…?

Published on: 10:36 am, Fri, 29 December 23

હંસાબેન ભરતભાઈ પરમારને તો આપ સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. અત્યારે સોશિયલ મીડિયા પર ચારેય બાજુ હંસાબેનનું નામ જ ગુંજી રહ્યું છે. તમે હંસાબેનના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે આજે અમે તમને હંસાબેનના જીવનની કેટલીક વાતો કરવાના છીએ.

હંસાબેન ભરતભાઈ પરમાર રાજકોટના રહેવાસી છે અને તેઓ મવડી ફાયર બ્રિગેડ વિસ્તારમાં રહે છે. આજથી એક વર્ષ પહેલા હંસાબેન આમ આદમી પાર્ટીની રેલીમાં ગયા હતા. આ દરમિયાન એક રિપોર્ટર હંસાબેન ને તેમનું નામ પૂછ્યું હતું.

ત્યારે હંસાબેન એક અલગ જ સ્ટાઇલમાં પોતાનું નામ બોલ્યા હતા અને પછી તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. વાત કરીએ તો હંસાબેનને બે દીકરા અને બે દીકરીઓ છે.

તેમની દીકરીઓ હાલમાં સાસરે છે અને તેઓ પોતાના બંને દીકરા સાથે રહે છે. મળતી માહિતી અનુસાર હંસાબેનની ઉંમર 50 વર્ષની છે. હંસાબેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, મહેરબાની કરીને કોઈ પણ ખોટા વિડીયો ન બનાવતા અને જો કોઈ ખોટા વિડીયો બનાવશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત હંસાબેન ઇન્ટરવ્યૂમાં ઘણું બધું કહે છે. ઉપરાંત વધુ એક હંસાબેનનું ઇન્ટરવ્યૂ સોશિયલ મળ્યા પર ખૂબ જ વાયરલ થયું હતું. જેમાં તેઓ કહી રહ્યા હતા કે હવે તો મારે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

હું મોઢે બાંધીને નીકળો તો પણ લોકો મને ઓળખી જાય છે અને મારી સાથે ફોટા પડાવવા લાગે છે અને મારો ઓટોગ્રાફ લેવા લાગે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આજે હંસાબેનનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ચાલો જાણીએ ‘હંસાબેન ભરતભાઈ પરમાર’ ક્યાં રહે છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે…?"

Leave a comment

Your email address will not be published.


*