સુરતની મહિલા લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવને અને રાજ્યના આરોગ્ય મંત્રી ના પુત્ર પ્રકાશ કાનાણી ની વચ્ચે બબાલ ના ઓડિયો બહાર આવતા રાતો રાત સેલિબ્રિટી બની ગયેલી સુનિતા યાદવને એક મહત્વનું નિવેદન આવેલ છે. આ પરિસ્થિતિ સર્જાયા બાદ લોકોએ મહિલા કોન્સ્ટેબલને લેડી સિંઘમ નું બિરુદ પણ આપ્યું હતું. પરંતુ લેડી સિંઘમ નો શ્રણિક વૈરાગ્ય ઉતરી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
લેડી સિંઘમ જેટલું ગાજયા એટલું વરસ્યા નહીં એવું આપણે સૌ ને જોવા મળી રહ્યું છે. સામે આવી રહેલી વિગતો પ્રમાણે અચાનક સુનિતા યાદવે યુ ટર્ન મારી લીધો છે. હવે એમનું કહેવું છે કે એમને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સામે કોઈ પ્રકારની ફરિયાદ નથી.
વધુમાં કહેવામાં આવ્યું છે કે, મને ભાજપ સાથે કોઈ પર્સનલી દુશ્મન નથી. કોઈનો કંઈ વાક નથી, મે પણ ગુસ્સા માં ઘણું બધું કહી દીધું હતું.
Be the first to comment on "લેડી સિંઘમ સુનિતા યાદવ નું મહત્વ નું નિવેદન , જાણો વિગતવાર"