ગુજરાતના આ શહેરમાં સંપૂર્ણ લોકડાઉન , પ્રજા દ્વારા લેવાયો એક ઐતિહાસિક નિર્ણય

Published on: 5:08 pm, Sat, 18 July 20

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં શાકમાર્કેટમાં સોશીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે . મહાનગરપાલિકા દ્વારા કોરોના નું સંક્રમણ અટકે તે માટે કાળજી લેવા માટે વિનંતી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા ની અપીલ જોતાં વેપારી દ્વારા સ્વયંભૂ 20 થી 27 તારીખ સુધી દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. કોરોના ની ચેન તોડવા માટે રાજ્ય મા સો પ્રથમ વાત એક અઠવાડિયા માટે ઊંઝા શહેરમાં લોકડાઉન રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધેલ છે.

આ ઘાતક વાયરસ ની ચેન તોડવા માટે એક અઠવાડિયા સુધી સ્થાનિક તંત્ર અને વેપારી એસોસિયેશન દ્વારા ઊંઝા શહેરમાં લોકડાઉન પાળવાનો નિર્ણય લીધેલ છે. આ નિર્ણય અંતર્ગત માર્કેટયાર્ડ ઉપરાંત બજારો પણ બંધ રહેશે.એક અઠવાડિયા દૂધ સેવા અને જીવન જરૂરિયાત ની સેવા સિવાય બધી જ દુકાનો સંપૂર્ણ બંધ રહેશે.