ઉત્તર કોરિયા ની ચેનલો અને ન્યૂઝ પેપર માં થઇ રહી છે ભારત ની ચર્ચા , જાણો આ છે કારણ

Published on: 6:27 pm, Sat, 18 July 20

ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગને ભારતે આપેલા અભિનંદન ની ઉત્તર કોરિયાના મીડિયામાં અને તેમની જનતામાં ખુબજ ચર્ચાનો વિષય બન્યો છે.

ભારત અને ઉત્તર કોરિયા ની મિત્રતા ખૂબ જ ગાઢ છે તે મિત્રતા ને વધારવા માટે ભારતના ઉત્તર કોરિયાના રાજદૂત અતુલ ગોતસર્વએ કિમ જોંગ ને મશાલ તરીકે આપેલ દરજ્જાના ભારત અને કોરિયા વચ્ચે ના આઠ વર્ષ પુરા થતા તેમને ભારતે આ અભિનંદન આપતો સંદેશો અને ફૂલોનો બુકે મોકલ્યો હતો. ભારતે સંદેશામાં કિમ જોંગ ને સ્વસ્થ રહેવાનો સંદેશો મોકલ્યો હતો.

કોરિયાઈ યુદ્ધ થયું ત્યારે કોરિયાની જનતાને સારવાર ની જરૂર હતી ત્યારે ભારતે મિત્રતા વધુ ગાઢ બનાવવા માટે એક એમ્બ્યુલન્સ નો યુનિટ લોકોની સારવાર માટે મોકલ્યો હતો અને તેણે 2.20 લાખ લોકોની સારવાર કરી હતી.