મહિલાઓ ચેતી જજો..! વહેલી સવારે પૂજા માટે ફૂલ તોડી રહેલી મહિલા સાથે કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 11:40 am, Sun, 16 July 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ખાસ કરીને ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ચેઇન સ્ક્રેચિંગની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં શનિવારના રોજ સવારે પૂજા માટે ફૂલ તોડી રહેલી એક મહિલા સાથે ચેઇન સ્ક્રેચિંગની ઘટના બની હતી.

મહિલા ફુલ તોડી રહી હતી ત્યારે બાઈક પર લુટેરાઓ આવ્યા હતા અને મહિલાની ચેઇન ચોરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મહિલાની ફરિયાદના આધારે એફઆઇઆર નોંધણીને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.

આ ઘટના લખનઉમાંથી સામે આવી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કર્યો તો, નિવૃત્ત સૈનિક રમાકાંત શુક્લાની પત્ની ચંદ્રાવતી શનિવારના રોજ સવારે ઘરની પાસે ફૂલ તોડી રહી હતી. આ દરમિયાન બાઈક પર સવાર બે યુવકો ત્યાં આવ્યા હતા.

જેમાંથી એક યુવક નીચે ઉતરે છે અને મહિલાની બાજુમાં જઈને ફૂલ તોડવા લાગે છે. આ દરમિયાન યુવક મોકાનો ફાયદો ઉઠાવીને મહિલાના ગળા માંથી ચેઇન આચકી લે છે. ત્યારે મહિલા લુટેરાને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે યુવક મહિલાને ધક્કો મારીને ત્યાંથી ભાગી જાય છે.

ત્યારબાદ મહિલાએ બૂમાબૂમ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે મહિલાની ફરિયાદના આધારે અને CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહિલાઓ ચેતી જજો..! વહેલી સવારે પૂજા માટે ફૂલ તોડી રહેલી મહિલા સાથે કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*