સુરતના આ પાટીદાર પરિવારે દિકરાના લગ્ન પ્રસંગે શહીદો ના પરિવાર માટે જે કર્યું તે જાણીને તમે પણ કરશો સો સો સલામ

Published on: 9:43 am, Sun, 12 December 21

લગ્નમાં લોકો લાખો અને કરોડો રૂપિયાના ખર્ચો કરી નાખતા હોય છે. મોટા વરાછા રિવર વ્યુ હાઇટ્સ માં રહેતા રાબડીયા પરિવાર ના રમેશભાઈ ના દીકરા ના લગ્ન માં રાષ્ટ્રીય સેવા, શૈક્ષણિક સેવા અને આરોગ્ય સેવા માટે દાન કરી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 2021 ના વર્ષને પરિવાર બચત વર્ષ તરીકે ઊજવવામાં આવી રહ્યું છે.વેડરોડ ડભોલી માં કે.કે ફાર્મ માં રાબડીયા પરિવાર તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો માટે

25 હજાર, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ ને શૈક્ષણિક હેતુ માટે 25 હજાર અને ખૂબ જ નજીવા દરે આરોગ્ય સેવા પૂરી પાડતી ડાયમંડ એસોસિયેશન સંચાલિત હોસ્પિટલ ને 30 બહેનોની પ્રસૂતિ માટે 51 હજારનું દાન કરીને નવો ચીલો ચાતર્યો છે.

નવદંપતી જીવનમાં ઉન્નતિ કરે તે માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ સવજી વેકરીયા, જય જવાન નાગરિક સમિતિ માંથી પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા, મુકેશ ચોવટીયા, વરાસા બેંકના ચેરમેન ભવન નવાપરા, સૌરાષ્ટ્ર પટેલ

કેળવણી મંડળના પ્રમુખ ડોક્ટર વાઘાણી, ડાયમંડ હોસ્પિટલ ના ચેરમેન સી.પી. વાનાણી સાહેબ, ધનજી ઝડફિયા એ વર-કન્યાને વેદ સંહિતા ભેટ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના આ પાટીદાર પરિવારે દિકરાના લગ્ન પ્રસંગે શહીદો ના પરિવાર માટે જે કર્યું તે જાણીને તમે પણ કરશો સો સો સલામ"

Leave a comment

Your email address will not be published.


*