ગુજરાતની ભાજપ સરકારે પાટીદારો પર થયેલા કેસો ને પરત ખેંચવાની કવાયત શરૂ કરતાં અન્ય સમાજના નેતાઓ આવ્યા મેદાનમાં,કહ્યુ કે…

Published on: 10:07 am, Sun, 12 December 21

2022 ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો તમામ સમાજને પ્રયાસો કરી રહ્યા છે તેવામાં ગુજરાતની ભાજપ સરકારે પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવાની જેવી જ કવાયત શરૂ કરી કે હવે અન્ય સમાજના નેતાઓ પણ મેદાનમાં આવી રહ્યા છે.

અને પોતાના સમાજના આંદોલનકારીઓ પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર મતો અંકે કરવા માટે અત્યારથી જ રાજકીય કવાયત શરૂ થઇ ગઇ છે. રાજકોટમાં સી.આર.પાટીલ ની પાટીદારો પર કેસો પરત ખેંચવાની જાહેરાત

અને ત્યારબાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથેની મુલાકાતથી ચર્ચાઓ શરૂ થઇ જતી પરંતુ શુક્રવારે પાટીદાર અનામત આંદોલન મુદ્દે ભાજપના તમામ પાટીદાર સાંસદો ગાંધીનગર પહોંચી ગયા હતા. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી 2015 માં પાટીદાર આંદોલનમાં થયેલા તમામ કેસો પરત ખેંચવા રજૂઆત કરી હતી.

પરંતુ આ મુલાકાત માંથી બહાર આવતા જ સાંસદોએ ગંભીર ગુનાઓ સિવાયના કેસો પરત ખેંચાશે તેવા સંકેતો આપ્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે તેમના મતે પાટીદાર સમાજના કેસો પરત ખેંચવામાં સરકાર હકારાત્મક છે તે સારી વાત છે

પરંતુ અન્ય સમાજના આંદોલનમાં થયેલા કેસ પણ પરત ખેંચવા જોઈએ.મહત્વનું છે કે પાટીદાર સમાજની જેમ અન્ય સમાજ પણ પોતાની માંગણીને લઇને આંદોલન કર્યા છે. કેમ કરણી સેના પર ના કેસ, ઠાકોર સમાજ પર ના કેસ, ભરતી

મુદ્દે થયેલા આંદોલનના કેસ, ખેડૂત આંદોલન ના કેસ અને આ સિવાય પણ અનેક આંદોલન પણ થયા છે. આ તમામ કેસ પરત ખેંચવાની વાત આવતાં સરકાર સામે બકરું કાઢતાં ઊટ પેઠું થાય તેવો ઘાટ સર્જાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!