મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ થતા હવે આગામી સમયમાં નહિ કરી શકે આ મહત્વની વસ્તુ,જાણો.

98

આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ગઈકાલે વડોદરામાં તબીયત લથડતા તેઓને અમદાવાદમાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સીએમ રૂપાણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા મુખ્યમંત્રી રૂપાણી ઢળી પડ્યા હતા અને ત્યારે તેઓને તાત્કાલીક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

હેલ્થ બૂલેટીન માં ખુલાસો થયો છે કે મુખ્યમંત્રી રૂપાણી ની તબિયત સુધારા પર છે.આ અંગે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા બુલેટિન પ્રસાર કરાયું છે જેમાં સીએમ રૂપાણી નો કોરોના અંગે RT PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

જોકે મુખ્યમંત્રી ના ECG, સિટી સ્કેન રિપોર્ટ પણ નોર્મલ છે.તેઓનું ઓકસીજન લેવલ પણ નોર્મલ છે.ભાજપના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જયારે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાનીયા માં.

કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માં ભાજપ માટે માથા સમાચાર છે કારણકે હવે પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર માટે નહિ જોવા મળી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!