રાંધણગેસના ભાવ ને લઈને આવ્યા મહત્વના સમાચાર, આજથી લાગુ થશે આ નવી કિંમત.

104

એલપીજી સબસિડી અંગે ચાલી રહેલી ચર્ચા સામે ભારતીય ઓઈલ કંપનીઓએ ફરીથી દિલ્હીમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આજરોજ વધારો કર્યો છે. સબસિડી વિનાના એલપીજી સિલિન્ડર ની કિંમત વધારીને રૂપિયા 769 કરી દીધી છે.

આ ભાવ દિલ્હી માટે જાહેર કરવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં સબસીડી વિનાની એલપીજીની કિંમત 694 રૂપિયા હતી.ફેબ્રુઆરીની શરૂઆતમાં ઘરેલું ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો.

અને ફક્ત તેની જૂની કિંમત રૂપિયા 694 રહી હતી.4 ફેબ્રુઆરીએ ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં તેની કિંમત વધારીને 719 કરવામાં આવી હતી.

હવે ફરી એક વખત ઓઇલ કંપનીઓએ સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયામાં વધારો કર્યો છે. એલપીજી હવે વધેલી કિંમત એટલે કે ૧૫ ફેબ્રુઆરીથી 769 રૂપિયાએ જનતાને મળશે.

કોરોના મહામારી વચ્ચે જ્યારે સામાન્ય વ્યક્તિને પોતાનું ગુજરાન ચલાવું અઘરું પડી રહ્યુ છે ત્યારે પેટ્રોલ,ડીઝલ અને સિલિન્ડર ના ભાવ માં સતત વધારો થઈ રહ્યો છે આ ઉપરાંત સીંગ તેલ, કપાસિયા તેલ.

જેવા તેલોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.દિવસ ને દિવસ સતત વધતા જતા ભાવોના કારણે સામાન્ય વ્યક્તિ સતત ચિંતામાં મુકાઈ રહો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!