ગરબે ઘૂમતા કિશન ભરવાડનો વિડીયો થયો વાયરલ : આ વિડીયો પરિવારજનો માટે યાદગીરી બની રહ્યો…

Published on: 3:58 pm, Thu, 3 February 22

ધંધુકાના માલધારી સમાજના કિશન ભરવાડના મૃત્યુ બાદ પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. હવે કિશન ભરવાડના જુના ફોટાઓ અને વિડિયો જ તેમની યાદગીરી બની ગયા છે. જ્યારે હાલમાં ગરબે રમતા કિશન ભરવાડનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર ગત ડિસેમ્બર મહિનામાં તારાપુર ખાતે સંબંધીના ઘરે લગ્નમાં કિશન ભરવાડ ગરબે રમ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો તે ગરબે રમતી વખતે કિશન ભરવાડ ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા છે.

બસ પરિવારજનો માટે કિશન ભરવાડ નો હસતો ચહેરો જોવા માટેની આ વિડિયો એક યાદગીરી સમાન બની ગયો છે. 25 જાન્યુઆરીના રોજ બે શખ્સો દ્વારા કિશન ભરવાડ નો જીવ લઈ લેવામાં આવ્યો હતો. કિશન ભરવાડ ના મૃત્યુના કારણે માત્ર 20 દિવસની બાળકીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

સોશિયલ મીડિયામાં પોતાની દિકરીના કંકુપગલા કરાવતા કિશન ભરવાડનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. કિશન ભરવાડ ના પરિવાર માટે આ તમામ વિડિયો યાદગીરી સમાન બની ગયા છે.

કિશન ભરવાડ તેમના ફોઈજીના દીકરાના લગ્નમાં તારાપુર ખાતે આવ્યા હતા. રાત્રે તેઓ ગરબામાં પોતાના સંબંધીઓ સાથે એક અલગ ઉત્સાહમાં ગરબા રમી રહ્યા હતા. હાલમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં ગરબે રમતા કિશન ભરવાડનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

કિશન ભરવાડ પોતાની લાડલી દીકરીને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવવા માંગતા હતા. પરંતુ કિશન ભરવાડ ની આ ઇચ્છા અધૂરી રહી ગઈ. હવે તેના સાસરિયા અને પરિવારજનો મળીને કિશન ભરવાડની આ ઇચ્છા પૂર્ણ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગરબે ઘૂમતા કિશન ભરવાડનો વિડીયો થયો વાયરલ : આ વિડીયો પરિવારજનો માટે યાદગીરી બની રહ્યો…"

Leave a comment

Your email address will not be published.


*