અકસ્માતમાં બાપ-દીકરાનું થયું મૃત્યુ : બોલેરો કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના મૃત્યુ…

Published on: 3:22 pm, Thu, 3 February 22

બાડમેરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહી ટ્રેલર અને બોલેરો કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે માતા અને પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતના કારણે હાઇવે બ્લોક થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માત આજરોજ સવારે 8.30 વાગ્યાની આસપાસ બન્યો છે. બાલોત્રાના મેગા હાઇવે પર તાપરા-કાલુડી ગામ વચ્ચે આ અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર અલપુરા નિવાસી પરિવાર ગામમાંથી બોલેરો ગાડી લઈને જાસોલ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડે છે.

મળતી માહિતી અનુસાર કારચાલક મદન (ઉંમર 32 વર્ષ) અને તેનો પુત્ર સંજય (ઉંમર 5 વર્ષ)નું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે પત્ની મણી અને પુત્રી સાક્ષી ગંભીર રીતે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માતમાં બોલેરો કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. અકસ્માતના પગલે હાઇવે રોડ પર ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત પત્ની અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અકસ્માતમાં બાપ-દીકરાનું થયું મૃત્યુ : બોલેરો કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*