દુઃખદાયક ઘટના : મોટા ભાઈના મૃત્યુની ખબર સાંભળતા જ નાનાભાઈએ પણ લીધો પોતાનો અંતિમ શ્વાસ – જાણો સમગ્ર ઘટના

Published on: 5:08 pm, Thu, 3 February 22

રાજસ્થાનના સિરોહી જિલ્લાના ડાંગરાલી ગામમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં બે ભાઈઓનો પ્રેમ હાલ ગામ અને શહેરોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં રહેતા બંને ભાઈઓએ એક સાથે જ પોતાનો જીવ ગુમાવ્યો છે.

હાલમાં આ બંને ભાઈ ની કહાની ચર્ચાનો વિષય બની ગઈ છે. મળતી માહિતી અનુસાર બંને ભાઈઓએ પાંચ દિવસ પહેલા એક જ દિવસે થોડાક થોડાક સમયના અંતરે પોતાના જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો. બન્ને ભાઈઓ ડાંગરાલી ગામના રહેવાસી હતા. જેમાં એકનું નામ રાવતા રામ અને બીજાનું નામ હરિ રામ દેવાસાની હતું.

બંને ભાઈઓના જન્મ વચ્ચે 15 વર્ષનું અંતર હતું. બન્ને ભાઈઓ માટે એટલો પ્રેમ હતો કે બંને ભાઈઓના લગ્ન એક જ દિવસે થયા હતા. અને બંને ભાઈઓ એક જ દિવસે દુનિયામાંથી વિદાય લીધી હતી. મળતી માહિતી અનુસાર બંને ભાઈ ના મૃત્યુ 29 જાન્યુઆરી 2022ના રોજ થયું હતું.

મળતી માહિતી અનુસાર, 75 હરી રામ થોડાક દિવસોથી બીમાર હતા. તેમની તબિયત સારી રહેતી ન હતી. જ્યારે હરિરામના 90 વર્ષિય ભાઈ રાવતા રામ અનેની તબિયત સારી હતી. મળતી માહિતી અનુસાર 29 જાન્યુઆરી ના રોજ રાવતા રામ સવારથી જ કાંઈ ખાધું ન હતું.

ત્યારબાદ રાવતા રામની પત્ની તેમની બિસ્કીટ આપે છે. ત્યારબાદ તેઓ એક બિસ્કિટ ખાય છે અને પોતાના ભાઈ હરિ રામની ખબર પૂછી ને સુઈ ગયા હતા. તે પછી તે ઉઠ્યા જ નહીં. ત્યારે થોડીક વાર પછી હરિરામ તેમના ભાઈ રાવતા રામ પાસે આવે છે. ત્યારે એમને મૃત્યુ પામેલા જોઈને તેઓ કહે છે કે, મને ઠંડી લાગી રહી છે.

ત્યારબાદ તેમને સુવા માટે એક ખાટલો મંગાવવામાં આવે છે. ખાટલા પર સૂઈ ગયા બાદ 15 થી 20 મિનિટમાં હરિરામનું પણ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતા જ આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. એક સાથે બન્ને ભાઈઓની અર્થી જોઈને આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દુઃખદાયક ઘટના : મોટા ભાઈના મૃત્યુની ખબર સાંભળતા જ નાનાભાઈએ પણ લીધો પોતાનો અંતિમ શ્વાસ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*