ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂરભાઈની થઈ ગઈ સગાઈ, જાણો કોણ છે આ ભાગ્યશાળી છોકરી… જુઓ સગાઈના ફોટા…

Published on: 11:36 am, Mon, 5 December 22

ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈને તો તમે જરૂર ઓળખતા હશો. ખજૂર ભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં ખજૂરભાઈ સેકડો લોકોને ઘર બનાવી દીધા હશે અને ઘણા લોકોના જીવન ખુશીઓથી ભરી દીધા હશે. ત્યારે હાલમાં ખજૂર ભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીના અંગત જીવનને લઈને એક ખૂબ જ સરસ સમાચાર સામે આવી રહ્યા છે.

નીતિનભાઈ જાનીની સગાઈ થઈ ગઈ છે. તેમને પોતાના મંગેતર સાથેનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ખજૂર ભાઈની મંગેતરનું નામ મીનાક્ષી દવે છે. તેને પોતાના સગાઈનો ફોટો શેર કર્યો હતો અને તેમની જીવનસાથી મીનાક્ષી દવેને ટેગ પણ કરી હતી. ખજૂર ભાઈના સગાઈના ફોટામાં તમે જોઈ શકો છો કે બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેમની મંગેતર પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ખજૂરભાઈ આજરોજ લગભગ 10:00 વાગ્યાની આસપાસ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈની જાણકારી ચાહકોને આપી હતી. ખજૂરભાઈ એક યુટયુબરની સાથે સમાજસેવક સાથે પણ સમાજમાં ઓળખાય છે. તેમના સેવાકીય ગામના કારણે તેઓ ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યા છે.

ખજૂર ભાઈના સગાઈના ફોટા જોઈને ઘણા મોટા મોટા સેલિબ્રિટી હોય તેમને અભિનંદન પાઠવ્યા હતા. મોટીવેશનલ સ્પીકર સંજય રાવળ, ગુજરાતના લોકલાડીલા ગીતાબેન રબારી, સમાજસેવક પોપટભાઈ આહીર, બિઝનેસમેન એમબીએ ચાયવાલા જેવા લોકોએ તેમને સગાઈના અભિનંદન પાઠવ્યા હતા.

મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ કોમેડી “ભાઈ ભાઈ…” એવી કોમેન્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. ખજૂર ભાઈ ના કરિયરની વાત કરીએ તો તેમને પોતાનું કર્યા કોમેડી વિડિયો દ્વારા શરૂ કર્યું હતું. ખજૂર ભાઈ પોતાના કોમેડી વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હતા અને અનેક ગુજરાતીઓ તેમની કોમેડી જોઈને હસી હસીને ગોટો વળી જતા હતા.

લગભગ બે ત્રણ વર્ષ પહેલા જ્યારે ગુજરાતમાં તોકતે વાવાઝોડું આવ્યું ત્યારે આવા સમય પર ખજૂર ભાઈ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. વાવાઝોડામાં અનેક લોકોના મકાન પડી ગયા હતા. ખજૂર ભાઈ અત્યાર સુધીમાં 200થી વધારે લોકોને સારા એવા મકાન બાંધી દીધા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂરભાઈની થઈ ગઈ સગાઈ, જાણો કોણ છે આ ભાગ્યશાળી છોકરી… જુઓ સગાઈના ફોટા…"

Leave a comment

Your email address will not be published.


*