આમ આદમી પાર્ટી ગુજરાત અને પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીની પ્રચલિત અનેક રાજ્યોમાં વધી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગોવાની મુલાકાતે આવવાના છે.
ગોવામાં પણ આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલે આજરોજ એક પ્રેસ કોન્ફરન્સમાં મતદાતાઓ માટે ચાર મોટી જાહેરાતો કરી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો ગોવામાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો લોકોને 300 યુનિટ સુધી વીજળી આપવામાં આવશે. આ ઉપરાંત તેમને કહ્યું કે વીજળી તો ફ્રીમાં આપવામાં આવશે જ અને જૂના વીજળીના બીલ પણ માફ કરવામાં આવશે.
ઉપરાંત તેમને કહ્યું કે રાજ્યમાં 24 કલાક વીજળી સપ્લાય રહેશે. અને રાજ્યમાં ખેડૂતોને ખેતી કરવા માટે ફ્રી વીજળી આપવામાં આવશે. ઉપરાંત અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્હીમાં અમે તે કરી બતાવ્યું હવે આ જ કામ અમે ગોવામાં કરશું.
ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મંગળવારે બપોરે દબોલીન એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત અરવિંદ કેજરીવાલે પ્રવાસ દરમિયાન રાજ્યમાં પાર્ટી સંગઠનની સમીક્ષા કરશે અને પક્ષના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે.
મળતી માહિતી મુજબ ગોવા 300 યુનિટ વીજળી બાદ 50% ના હિસાબથી ચાર્જ કરવામાં આવશે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે પંજાબમાં પણ આ પ્રમાણે નો વાયદો કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment