છત્રી-રેઇનકોટ રાખજો તૈયાર…! હવામાન વિભાગે આ વિસ્તારોમાં આગામી 3 દિવસ ધોધમાર વરસાદને લઈને કરી મોટી આગાહી…

Published on: 10:55 am, Sat, 18 June 22

ગુજરાત રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે આગામી 3 દિવસ ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં આગામી ત્રણ દિવસમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

ત્યારે આજરોજ હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગીર સોમનાથ, જૂનાગઢ અને ખેડામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જ્યારે આવતીકાલે પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 58 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

જેમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં નોંધાયો હતો. સુરતના કામરેજમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે હાલમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી લઇ લીધી છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

સુરતમાં ગઇકાલે કામરેજમાં ધોધમાર વરસાદ પડવાના કારણે કામરેજના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા અને અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. રાજકોટની વાત કરીએ તો, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "છત્રી-રેઇનકોટ રાખજો તૈયાર…! હવામાન વિભાગે આ વિસ્તારોમાં આગામી 3 દિવસ ધોધમાર વરસાદને લઈને કરી મોટી આગાહી…"

Leave a comment

Your email address will not be published.


*